હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે ૯૦૬ મતદાન મથકો ઉપર ઇવીએમ સહિતનું સાહિત્ય રવાના


SHARE





મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક માટે ૯૦૬ મતદાન મથકો ઉપર ઇવીએમ સહિતનું સાહિત્ય રવાના

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણ બેઠકો ઉપર આવતીકાલે સવારથી મતદાન થવાનું છે ત્યારે પહેલા હાલમાં ઇવીએમ મશીન સહિતનું સાહિત્ય તમામ મતદાન મથકો ઉપર પહોંચાડવા માટેની કામગીરી ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે અને જિલ્લાના ૯૦૬ મતદાન મથકો ઉપર આવતીકાલે સવારેથી મતદારો તેના મતાધિકારનો શાંતિપુર્ણ માહોલમાં ઉપયોગ કરીને મતદાન કરી શકે અને તેના માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન પહેલી તારીખના રોજ યોજવાનું છે અને તેમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે જેમા મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક માટે પણ આવતીકાલે સવારે આઠ વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે પહેલા આજે મોરબી જિલ્લામાં આવતી ત્રણેય વિધાનસભાની બેઠકો માટે થઈને ઇવીએમ મશીન, વીવીપેટ સહિતનું સાહિત્ય મોકલવા માટેની કામગીરી હાલમાં ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે અને જો વાત કરીએ બેઠક વાઈઝ તો મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં ૨૯૯, ટંકારા પડધરી બેઠકમાં ૩૦૦ અને વાંકાનેર કુવાડવા બેઠકમાં ૩૦૭ મતદાન બુથનો સમાવેશ થાય છે તેના માટે થઈને હાલમાં ચૂંટણી સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત ને રવાના કરવામાં આવ્યો છે ખાસ કરીને મોરબી જિલ્લામાં કુલ મળીને ૩૧ ક્રિટિકલ મતદાન મથકો આવે છે આ મતદાન મથકો સહિત સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલની અંદર મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા ચૂંટણી વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ગોઠવવામાં આવી છે અને આ ઉપરાંત ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સખી મતદાન બુથ, વિકલાંગો માટે વિશેષ મતદાન બુથ અને મોરબીની આગવી ઓળખ ઉભી કરે તેવા મતદાન બુથ પણ ઉભા કરવામાં આવેલ છે તેવુ મોરબીના ચૂંટણી અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ છે.




Latest News