મોરબીમાં કમળ અને કાના માટે સતવારા સમાજ એક: વિપક્ષની અફવાઓથી દૂર રહીને વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન
SHARE
મોરબીમાં કમળ અને કાના માટે સતવારા સમાજ એક: વિપક્ષની અફવાઓથી દૂર રહીને વધુમાં વધુ મતદાન કરવા આહ્વાન
મોરબી માળિયા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે કાલે મતદાન થવાનું છે ત્યાર પહેલા એક એક મતને અંકે કરવા માટેનું માઇક્રો પ્લાનિગ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે મોરબીના વાડી વિસ્તારમાં રહેતા સતવાર સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી અને જેમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ વાડી વિસ્તારના સતવારા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કમળ તેમજ કાના માટે સતવારા સમાજે એક થઈને વિપક્ષની અફવાઓથી દૂર રહીને વધુમાં વધુ મતદાન કરવા માટેનો સંકલ્પ કરેલ છે અને તેના માટે હવે સતવારા સમાજના આગેવાનો ડોર ટુ ડોર પણ મતદારોનો સંપર્ક કરી રહ્યા છે

મોરબી માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે થોડા દિવસો પહેલા ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમા મોરબીના બાયપાસ રોડ ઉપર ભાજપ વિચારધારા પ્રેરિત સતવારા સમાજનું સ્નેહમિલન રાખવામા આવ્યું હતું અને તેમાં વિશાળ સંખ્યામાં સતવારા સમાજના ભાઈ-બહેનો હાજર રહ્યા હતા અને કમળ તેમજ કાંતિભાઈ અમૃતિયાને ખુલ્લો ટેકો સતવારા સમાજ દ્વારા જેતે સમયે સ્નેહમિલનમાં જાહેર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ભાજપ તરફથી સતવારા સમાજનું વધુને વધુ મતદાન કરવામાં આવે તેના માટે સતવારા સમાજના પાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા સતવારા સમાજના ૫૭ જેટલા હોદેદારોની વાડી વિસ્તારમાં મિટિંગ મળી હતી અને આ બેઠકનું ન માત્ર વાતાવરણ પરંતુ ચિત્ર જ પલટાઈ ગયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાડી વિસ્તારમાં મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ ૧૪૦ થી વધુ વાડીઓમાં રહેતા ભાજપના પાલિકામાં ચૂંટાયેલા સભ્યો તેમજ ભાજપમાં વિવિધ હોદાઓ ઉપર જવાબદારી સાંભળતા આગેવાનો અને હોદેદારોની મિટિંગ મળી હતી જેમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી પણ હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં વાડી વિસ્તારના મતદારોને લઈને વિપક્ષ દ્વારા જે પ્રવૃતિ કરવામાં આવી રહી છે તેને રોકવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી અને ખાસ કરીને આ ચુંટણીમાં કમળ અને કાના ભાઈ એટ્લે કે કાંતિભાઈ અમૃતિયા તરફે વધુમાં વધુ મતદાન કરવામાં આવે તેના માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મતદારો નિર્ભય બનીને વિપક્ષની અફવાઓથી દૂર રહીને મતદાન કરી શકે તેના માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે









