મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું સવિશેષ મતદાન મથક ઉભું કરાયું


SHARE











મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું સવિશેષ મતદાન મથક ઉભું કરાયું

મોરબીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે સખી મતદાન મથક, દિવ્યાંગ સંચાલીત મતદાન મથકોની સાથે ધરમપુર ખાતે મોરબી સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. મતદાન મથકો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. સામાન્ય મતદાન મથકો સિવાય પણ જિલ્લામાં સવિશેષ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેની સાથે જે તે જિલ્લાની ઓળખ સાથે જોડાયેલા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે ત્યારે મોરબી ખાતે સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની યાત્રાની ઝાંખી કરાવતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. મતદાન મથક ઉભું કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મતદાન મથકમાં સિરામીક ઉદ્યોગની સિદ્ધીઓ દર્શાવવામાં આવી છે ઉપરાંત સિરામીક ઉદ્યોગ સંલગ્ન ટાઈલ્સ અને અન્ય સિરામીક પ્રોડક્ટ પણ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. આ મતદાન મથક પર મતદાન માટે આવીએ ત્યારે કોઈ સિરામીક કારખાનાના કોઈ નાના યુનિટમાં આવ્યા હોઈએ તેવું લાગ્યા વિના રહે નહીં

આ વિશે વધુ વિગતો આપતા મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણીએ જણાવ્યું હતું કે, ધરમપુર મતદાન મથક ખાતે મોરબી જિલ્લાની ઔદ્યોગિક બાબતોને ઉજાગર કરતું સિરામીક મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ અને મોરબી સિરામીક એસો.ના પ્રમુખશ્રી હરેશ બોપલીયાના સહયોગ થકી આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગનો ટુંકો ઈતિહાસ, ટર્ન ઓવર, કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે, પ્રત્યક્ષ અને પરોક્ષ કેટલો વેરો ભરવામાં આવે છે વગેરે બાબતોને ઉજાગર કરવામાં આવી છે. ઉપરાંત સિરામીક ઉદ્યોગની પેદાશોને લગતું એક્ઝીબિશન પણ ઉભું કરવામાં આવ્યું  છે, જેમાં વોલ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ, વિટ્રીફાઈડ, સેનેટરીવેરની વિવિધ પ્રોડક્ટનું નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.






Latest News