મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે કારખાનામાં રહેતી મહિલાનું કિડનીની બીમારી સબબ મોત


SHARE





મોરબીના જેતપર રોડે કારખાનામાં રહેતી મહિલાનું કિડનીની બીમારી સબબ મોત

મોરબીના જેતપર રોડ ઉપર શાપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાને કિડનીની તકલીફ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં ગ્રીનટોન સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પૂજાબેન (ઉંમર ૨૬) ને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ બનાવ સંદર્ભે તપાસની અધિકારી એસ.એમ. સાગરકા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક રાનીબેન ઉર્ફે પૂજાબેન શ્રીરામભાઈ સોરેન જાતે આદિવાસી (૩૬) રહે. મૂળ વેસ્ટ બંગાળ હાલ રહે ગ્રીસ આર્ટ સિરામિક વાળી છેલ્લા થોડા મહિનાથી અહીંયા રવિભાઈ મંડી સાથે રહેતી હતી અને તેને કિડનીની બીમારી હોય બીમારી સબબ તેનુ સારવારમાં મોત નીપજ્યું હતું જેથી કોન્ટ્રાકટર હરિકૃષ્ણભાઈ મારફતે મૃતક મહિલાના ભાઈનો સંપર્ક કર્યો હતો અને બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News