મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા એકને ઇજા


SHARE





મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતા એકને ઇજા

મોરબીના રાજકોટ કંડલા બાયપાસ ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીક આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ જતો ટ્રક આગળના ટ્રક સાથે અથડાયો હતો જે બનાવવામાં એકને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.

મોરબીના કંડલા-રાજકોટ બાયપાસ ઉપર આવેલ રવિરાજ ચોકડી નજીક ટ્રક સાથે ટ્રક અથડાવાનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક નંબર જીજે ૩ બીવાય ૮૮૨૪ લઈને ભચાઉથી મોરબી બાજુ આવી રહેલ રૂગનાથભાઈ પુંજાભાઈ નીનામા (ઉમર ૩૨) રહે. સીમતીયા ગામ સંતરામપુર મહીસાગર વાળાને પગના ભાગે ઇજાઓ થતાં તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, રૂગનાથભાઈ નીનામા તેમનો ટ્રક લઈને ભચાઉથી મોરબી આવતા હતા ત્યારે ભરતનગર ગામ નજીક આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા તેમનો ટ્રક પાછળ અથડાયો હતો જે બનાવમાં તેમને પગના ભાગે ઇજાઓ થતા તેઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.

રીક્ષા સાથે ખુંટિયો અથડાતા એકને ઈજા

મોરબીના રહેવાસી અરવિંદભાઈ મોતીભાઈ ગડેશીયા નામના ૩૦ વર્ષના યુવાનને મોરબીના નાગડાવાસ ગામ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા શહેરની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે, અરવિંદભાઈ ગડેશીયા રીક્ષામાં બેસીને જતા હતા ત્યારે નાગડાવાસ ગામના પાટીયા પાસે તેમની રીક્ષા સાથે ખુંટીયો અથડાતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી કરીને ડાબા પગના ભાગે ઇજાઓ થવાથી અરવિંદભાઈ મોતીભાઈ ગડેશિયા નામના યુવાનને સારવારમાં લઈ જવાયો હતો.

દવા પી જતા સગીરા સારવારમાં

મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે સીમ વિસ્તારમાં આવેલ લાલભાઇની વાડીએ રહીને મજૂરી કામ કરતા મજૂર પરિવારની જોયોત્સનાબેન નવલભાઇ ડામોર નામની ૧૭ વર્ષની સગીરા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેણીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓએ તાલુકા પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરી બનાવના કારણ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે




Latest News