અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે કારખાને ગરમ પાણીમાં હાથ બોળતા દાઝી ગયેલ બાળકનું સારવારમાં મોત


SHARE







મોરબીના ઊંચી માંડલ પાસે કારખાને ગરમ પાણીમાં હાથ બોળતા દાઝી ગયેલ બાળકનું સારવારમાં મોત

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે કારખાને ગરમ પાણીમાં હાથ બોળતા દાઝી ગયેલ બાળકને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટે તેને કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે ઇટાલીસ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા સોવન કટારાનો એક વર્ષનો દીકરો સત્યમ ગઇકાલે બપોરે ગરમ પાણીમાં હાથ બોળતા દાઝી ગયો હતો જેથી કરીને પ્રથમ સારવાર માટે તેને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન સત્યમ કટારાનું મોત નિપજ્યું છે જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે






Latest News