મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી પરિણિતા ત્રણ વર્ષની બાળકી સાથે માવતરે જવા નીકળ્યા બાદ ગુમ


SHARE







મોરબીમાં રહેતી પરિણિતા ત્રણ વર્ષની બાળકી સાથે માવતરે જવા નીકળ્યા બાદ ગુમ

મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાની ત્રણ વર્ષની દીકરીને લઈને પોતાના માવતર અમદાવાદ જવા માટે નીકળ્યા હતા દરમિયાનમાં તેઓ બંને ગુમ થઈ ગયા હોય તેમના પતિ દ્વારા સીટી બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા હાલમાં પોલીસ દ્વારા માતા-પુત્રીની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ વિજયનગર વિસ્તારમાં રહેતા અમૃતભાઈ ત્રિભોવનભાઈ જોશી નામના ૩૮ વર્ષના યુવાને પોલીસ સ્ટેશન આવીને જાહેર કર્યું હતું કે તેમની પત્ની સેજલબેન અમૃતભાઈ જોષી (ઉમર ૨૮) તેઓની પુત્રી હિમાંશી (ઉંમર ૩) ને સાથે લઈને મોરબીથી તેમના માવતરને ત્યાં અમદાવાદ જવા માટેનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં ત્યાં તપાસ કરતા અમદાવાદ પહોંચ્યા ન હોય અને રસ્તામાં ગુમ થયા હોય અને ઘરમેળે સગાવાલાઓમાં શોધખોળ કરવા છતાં પણ સેજલબેન કે તેઓની પુત્રી હિમાંશીનો પતો લાગ્યો ન હોય હાલ અમૃતભાઈએ બી ડિવિઝન પોલીસ મથકે આપેલ ફરિયાદ આધારે પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી ગુમ થયેલ સેજલબેન અને તેમની દીકરી હિમાંશીની શોધખોળ હાથ ધરી છે ઉપરોક્ત બાબતે કોઈને જો કોઈ જાણકારી હોય તો મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે અથવા તપાસ અધિકારી હિતેશભાઈ મકવાણાના મોબાઈલ નંબર ૯૯૭૯૬ ૫૭૮૩૬ ઉપર જાણ કરવા માટે જણાવવામાં આવેલ છે.

યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા પંકજ રામઅવતાર કમલ (ઉમર ૨૪) નામના પરપ્રાંતીય મજુર યુવાનનું આજ તા.૧૨-૧ ના વહેલી સવારે ચારેક વાગ્યા પહેલા કોઈપણ સમયે મોત નીપજતા તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો. ત્યાંથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વાલભા ચાવડાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખુલ્યું હતું કે મૃતક પંકજભાઈ રામઅવતાર કમલ (ઉમર ૨૪) હાલ રહે. ઇન્દિરાનગર માળિયા ફાટક પાસે સામાકાંઠે મોરબી-૨ મૂળ રહે.કાનપુર ઉત્તરપ્રદેશ વાળો તેના ઘરે સૂતો હતો દરમ્યાનમાં કોઈ કારણોસર તેનું મોત નીપજ્યું હતું અને ડેડબોડી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવી હતી હાલ બનાવના કારણ અંગે તપાસ કરવા મૃતકના વિશેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News