મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલને ઝડપી કામ પૂરું કરીને ખુલ્લો મૂકાતા સર્જાયો અકસ્માત !: બુધવારે જયસુખ પટેલની આગોતરા જામીનની અરજીની સુનાવણી


SHARE





મોરબીના ઝૂલતા પુલને ઝડપી કામ પૂરું કરીને ખુલ્લો મૂકાતા સર્જાયો અકસ્માત !: બુધવારે જયસુખ પટેલની આગોતરા જામીનની અરજીની સુનાવણી

મોરબીનો જુલતા પુલ છેલ્લા ઘણા વર્ષોથી મોરબી નગરપાલિકા પાસે છે જોકે, પાલિકા દ્વારા ગત માર્ચ ૨૦૨૨ માં કરાર કરીને આ ઝુલતો પુલ મોરબીના ઓરેવા ગ્રુપને સંચાલન માટે સંપૂર્ણ જવાબદારી સાથે સોંપી દેવામાં આવ્યો હતો જે પુલ તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ તૂટી પડ્યો હતો જેથી કરીને ૧૩૫ જેટલા લોકોના જીવ ગયા હતા અને તેની તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને  ચાર્જશીટ મુકાયું છે તેમાં ભાગેડુ આરોપી દર્શાવવામાં આવેલ છે અને કોર્ટ દ્વારા અગાઉ પકડાયેલા નવ આરોપીઓને ચાર્જશીટની કોપી આપવામાં આવી છે જો કે, સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ લેવામાં આવેલા નિવેદનની કોપી હાલમાં આપવામાં આવી નથી પરંતુ જે ચાર્જશીટની કોપી આપવામાં આવી છે તેમાં એવી માહિતી સામે આવી છે કે, આઠથી બાર મહિના સુધી પૂલની કામ કરવાના હતા જો કે, છ માહિનામાં પેટા કોન્ટ્રાક્ટ આપીને ઝડપથી પુલનું કામ પૂરું કરીને ફૂલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને આ પુલને ખુલ્લો મુક્તા પહેલા સ્ટ્રેંથ સ્ટેબિલિટી સર્ટીફિકેટ લેવામાં આવ્યું જ હતું આવી ઘણી ઊડીને આંખે વળગે તેવી અનેક બેદરકારીઓ સામે આવી છે અને આગામી તા ૧ ના રોજ જયસુખ પટેલના આગોતરા જમીન માટેની અરજીની સુનાવણી કરવામાં આવશે

મોરબીના લોકોને હરવા ફરવા માટેનું એકમાત્ર સ્થળ ઝૂલતો પુલ હતો જે તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે અને તૂટી પડવાના લીધે હવે મોરબીવાસીઓ માટે કાયમી ધોરણે બંધ થઈ ગયો છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી અને આ ગમખવાર અકસ્માતની ઘટનામાં મોરબી શહેરની અંદર રહેતા તેમજ જુદા જુદા જિલ્લા અને તાલુકાઓમાંથી મહેમાન બનીને મોરબી આવેલા ૧૩૫ જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેથી કરીને જુલતા પુલની દુર્ઘટના મોરબી સહિત ભારત અને વિદેશમાં ચર્ચાસ્પદ બની ગયેલ હતી અને આ ઘટનામાં સમય મર્યાદામાં તપાસનીસ અધિકારી દ્વારા ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું અને સોમવારે કોર્ટે આ કેસમાં પકડાયેલા નવ આરોપીઓને કોર્ટમાં હાજર રાખીને તેને ચાર્જશીટની કોપી આપી દીધેલ છે જો કે, તપાસનીસ અધિકારી દ્વારા સીઆરપીસી કલમ ૧૬૪ મુજબ લેવામાં આવેલા પાંચથી વધુ નિવેદનની કોપી હાલમાં આરોપીઓને આપવામાં આવી નથી જેના માટેની દલીલ આગામી તારીખ ૧ ના રોજ કરવામાં આવશે તેની સાથો સાથ તે જ દિવસે મોરબીની કોર્ટમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલના આગોતર જામીન માટેની અરજીની પણ સુનાવણી કરવામાં આવશે

હાલમાં જે ચાર્જશીટ મૂકવામાં આવ્યું છે તેની જે માહિતી મળી રહી છે તે મુજબ પોલીસે આ ગુનામાં કુલ મળીને નવ આરોપીઓની ધરપકડ કરેલ છે અને ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી તરીકે ચાર્જશીટમાં દર્શાવવામાં આવેલ છે અને એફએસએલની ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, જે મુખ્ય બે કેબલ ઉપર બ્રિજ હતો તેનું ઇન્શપેક્સન કે પછી મેંટનન્સ વર્ષ ૨૦૦૮ થી લઈને પુલ તૂટી પડ્યો ત્યાં સુધીમાં કયારે પણ કરવામાં આવ્યું જ નહીં અને જે બે કેબલ ઉપર પુલ હતો તે પૈકીનાં એક કેબલના કુલ ૪૯ કેબલમાંથી ૨૨ કેબલમાં કાટ લાગી ગયો હતો અને ટેકનિકલ માણસો પાસે કામ કરાવવાના બદલે માત્ર ફેબ્રિકેશનનું કામ કરનારા એજન્સી પાસે કામ કરાવ્યુ હતું અને પહેલા વર્ષ ૨૦૦૮ માં લાકડા કાઢીના એસીપીની સીટ ફિટ કરવામાં આવી હતી તેના બદલે વર્ષ ૨૦૨૨ માં હનીકોમ શીટ ફિટ કરી હતી અને તેના ધાતુનો સી ચેનલનો સપોર્ટ ઉમેરીને ઝડપી પુલનું કામ પૂરું કરીને પુલને આઠ કે બાર મહિના સુધી રિપેરિંગ કામ માટે બંધ રાખવાનો હતો તેના બદલે છ માહિનામાં કામ વહેલી પૂરું કરીને ઘણી બેદરકારી રાખવામા આવી હતી

આટલુ જ નહીં પુલને ચાલુ કરતાં પહેલા તેનું ટેકનિકલ એક્ષપાર્ટ પાસેથી કોઈ સ્ટ્રેંથ સ્ટેબિલિટી સર્ટી લેવામાં આવ્યું ન હતું જેનો પણ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે અને ખાસ કરીને હાલમાં નવ આરોપી પકડાયેલા છે તેનું ચાર્જશીટ મૂકવામાં આવેલ છે અને તેમાં જયસુખભાઇ પટેલને ભાગેડુ આરોપી તરીકે દર્શાવવામાં આવેલ છે આટલું જ નહીં તે નજીકના ભવિષયમાં મળી આવવાની સંભાવના પણ નહિવત દર્શાવવામાં આવી છે તેવામાં આગમી પહેલી તારીખે મોરબીની કોર્ટમાં જયસુખભાઈ પટેલના વકીલ મારફતે મૂકવામાં આવેલ આગોતરા જમીન માટેની અરજીની સુનાવણી પણ હાથ ધરવામાં આવશે જે આ દિવસ મોરબીના આ ઝૂલતા પુલના કેસ માટે મહત્વનો દિવસ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી વધુમાં મળતી માહિતી મુજબ કામ રાખનાર ઓરેવા ગ્રૂપને સારી રીતે ખબર હતી કે નીચેના ભાગે નદી છે તેમ છતાં પણ લોકોને લાઈફ ગાર્ડ જેકેટ આપવામાં આવતા ન હતા, પુલ ઉપર કેટલા લોકોને જવું તે નિશ્ચિત ન હતું, બિન અનુભવી સિક્યુરિટી ગાર્ડ હતા, હોડકા કે તરવૈયાઓની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી આવી અનેક બેદરકારીઓ સામે આવી છે




Latest News