મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બાળ સુરક્ષા સમિતિ-બાળ કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ


SHARE





મોરબી કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બાળ સુરક્ષા સમિતિ-બાળ કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાની બાળ સુરક્ષા સમિતિ, બાળ કલ્યાણ સમિતિ, સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જુવેનાઈલ જસ્ટીસ કમિટીની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠક અન્વયે કલેક્ટરએ વિવિધ સમિતિઓ હેઠળ થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી. ઉપરાંત જિલ્લામાં કાર્યરત ૩ બાળ સંભાળ ગૃહો (૧) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રાષ્ટ્રિય શિક્ષણ સેવા પ્રતિષ્ઠાન, સરા રોડ, હળવદ, (૨) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ વિદ્યાલય, શોભેશ્વર રોડ, મોરબી અને (૩) ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, મિશનરીઝ ઓફ ચેરીટી, સરદાર બાગ, મોરબી સંસ્થાઓની  દૈનિક ક્રિયા કેટલા ટાઈમે જનરલ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તેના વિશે પૂછ્યું હતું. આ સંસ્થાઓ ખાતે સિવિલ હોસ્પિટલ દ્વારા ૩ મહિને એકવાર મહિલા ડોક્ટર્સની ટીમ સાથે મેડિકલ ચેકઅપ કરવામાં આવે તેવું સૂચન કર્યું હતું. બાળ મજૂરી અંગે જાગૃતિ ફેલાવવા કલેક્ટરએ ભઠ્ઠાઓ પર જઈ બાળ મજૂરી બાબતે લોકોને સમજાવી જાગૃત કરવા જણાવ્યું હતું.

આ તકે મોરબી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલભાઈ શેરસીયાએ પાલક માતા પિતા યોજના, સપોન્સરશીપ, પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન જેવી વિવિધ યોજના હેઠળ બાળ સુરક્ષા તેમજ બાળ કલ્યાણ અર્થે કરવામાં આવતી કામગીરીની જાણકારી આપી હતી. ઉપરાંત નગરપાલિકા વોર્ડ કમિટી દ્વારા તથા તાલુકા કક્ષાએ થતી કામગીરીની પણ છણાવટ તેમણે કરી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક ઝાલા, જિલ્લાના બાળ સંભાળ ગૃહોના નિરાલી જાવિયા, આયુષી પોરિયા, સુરેશ ત્રિવેદી, ઉપરાંત જિલ્લાની બાળ સુરક્ષા સમિતિ, બાળ કલ્યાણ સમિતિ, સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જુવેનાઈલ જસ્ટીસ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા




Latest News