મોરબી પાલીકાને સુપર સીડ કરતા પહેલા પદાધિકારીઓ અને સભ્યોનો છેડો લેતી સરકાર !
વર્લ્ડ લેવલની ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ભારતીય યુવાન વિજેતા: મોરબીના સીએ અફઝલ લોખંડવાલાનો દેશમાં ડંકો
SHARE
વર્લ્ડ લેવલની ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ભારતીય યુવાન વિજેતા: મોરબીના સીએ અફઝલ લોખંડવાલાનો દેશમાં ડંકો
સામાન્ય રીતે મોટાભાગના લોકો શેર બજારમાં પોતાનું નસીબ અજમાવતા હોય છે પરંતુ કારકિર્દી તરીકે સીએના અભ્યાસ પછી શેર બજારના ક્ષેત્રને પસંદ કરવા વાળા બહુ ઓછા હશે પરંતુ જો મોરબીની વાત કરીએ તો મોરબીના એક યુવાને સીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શેર બજારના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ લેવલની યુનાઈટેડ સ્ટેટસ ઇન્વેસ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો જેમાં તે ચેમ્પિયન બનેલ છે અને ૧૯૯૩ થી યોજાતીય આ સ્પર્ધામાં પ્રથમ વખત ભારતીય વિજેતા બનેલ છે
શેર બજારમાં લોકો પોતાની મૂડીનું રોકાણ કરતા હોય છે અને તેની મરણમુળીમાં વધારો થવાના બદલે ઘણી વખત તેઓને નુકસાન પણ આવતું હોય છે આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવા સમયે શેર બજારની અંદર કારકિર્દી બનાવવાની કલ્પના કરવી મુશ્કેલ હોય છે પરંતુ છેલ્લા વર્ષોમાં અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરવાના બદલે શેર બજાર તરફ યુવાનો સહિતના લોકો પોતાની નજર માંડી રહ્યા છે અને શેરબજારમાં રોકાણ કરીને પોતાની મૂડીમાં સતત વધારો થાય તે પ્રકારે ઇન્વેસ્ટ કરતા હોય છે ત્યારે દર વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્વેસ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવતું હોય છે
આ ચેમ્પિયનશિપમાં વર્લ્ડમાંથી શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારો દ્વારા ભાગ લેવામાં આવતો હોય છે ત્યારે વર્ષ ૨૦૨૨ ના જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીના સમયગાળામાં યોજાયેલ આ સ્પર્ધામાં મોરબીમાં રહેતા અફઝલ મૂર્તુજાભાઈ લોખંડવાલાએ ભાગ લીધો હતો અને આ ચેમ્પિયનશિપમાં તે ૪૪૭ ટકા રિટર્ન સાથે ચેમ્પિયન બનેલ છે ત્યારે અફઝલના પિતા મૂર્તુજાભાઈ લોખંડવાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, અફઝલ નાનપણથી ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેને પરિવાર તરફથી પૂરતું પ્રોત્સાહન મળતું હતું અને બારમા સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને સીએ બનવા માટે થઈને લાગણી વ્યક્ત કરી હતી જેથી અભ્યાસ કરવા માટે થઈને તેના પરિવાર તરફથી પ્રોત્સાહન અને સહકાર આપવામાં આવ્યો હતો
અફઝલની માતા ફતેમાબેન લોખંડવાલા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે સીએનો અભ્યાસ પૂર્ણ થયા બાદ સીએ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરીને સીએના ક્ષેત્રની અંદર કારકિર્દી બનાવવાના બદલે સીએનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા પછી અફઝલે શેર બજારના ક્ષેત્રની અંદર આગળ વધવાનું અને શેરબજારના ક્ષેત્રની અંદર જ પોતાની કારકિર્દી બનાવવા કહ્યું હતું અને તે બાબતમાં પણ તેના પરિવાર તરફથી સહકાર આપવામાં આવ્યો છે જેથી આજે તે શેરબજારના ક્ષેત્રની અંદર યોજાતી વર્લ્ડ લેવલની ચેમ્પિયનશિપમાં વિજેતા બનીને ન માત્ર પરિવાર કે મોરબી પરંતુ ભારતનું ગૌરવ વધાર્યું છે કારણ કે ૧૯૯૩ થી યોજાતી આ સ્પર્ધાની અંદર જુદા જુદા દેશના ઇન્વેસ્ટરો વિજેતા બન્યા છે પરંતુ આજ સુધી કોઈ ભારતીય આ સ્પર્ધામાં વિજેતા ભરેલ ન હતા અને આ વખતે તે વિજેતા બનેલ છે ત્યારે આ ચેમ્પિયનશિપમાં તે પ્રથમ ભારતીય વિજેતા છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી
અફઝલના પિતા વર્ષોથી લોખંડના વેપાર સાથે જોડાયેલા છે અને હાલમાં તેઓની મોરબીમાં ટ્રેડલિંકના નામની પેઢી આવેલ છે જોકે પોતાનો વારસાગત વ્યવસાય અપનાવો કે પછી સીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હોવા છતાં સીએની લાઈનમાં આગળ વધવાના બદલે તેણે અલગ જ લાઈન પસંદ કરી અને શેરબજારના ક્ષેત્રમાં પોતે કારકિર્દી બનાવશે તેવો સંકલ્પ કર્યો હતો અને ધીમે ધીમે શેર બજારના જુદા જુદા વિષયનો અભ્યાસ શરૂ કર્યો હતો અને તેમાં કોઈના કહેવાથી કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાના બદલે પોતે જે કંપની અથવા તો જે શેર વિશેની સંપૂર્ણ માહિતી ધરાવે છે અને તેની છેલ્લા એક વર્ષની હિસ્ટ્રી જાણે છે તે શેર ખરીદી કરીને તેમાં તે ધીમે ધીમે સફળતા મેળવતા આજે વર્લ્ડ લેવલની સ્પર્ધા સુધી પહોંચ્યો છે અને સફળ રહ્યો છે તેવું અફઝલના કાકા ઝાહીર લોખંડવાલાએ કહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે અભ્યાસકાળ દરમિયાન જ તેણે શેરબજારમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તેમાં તેણે રોકાણ શરૂ કર્યું હતું. જોકે શરૂઆતના તબક્કે તેને શેર બજારમાં નિષ્ફળતા મળી હતી પરંતુ એક વખત સંકલ્પ કર્યો કે શેરબજારના ક્ષેત્રમાં જ આગળ વધવું છે ત્યારબાદ તેને તેમાં પોતાનું વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને હવે તે ખૂબ સારી રીતે શેર બજારમાં રિટર્ન મેળવી રહ્યો છે ત્યારે સામાન્ય રીતે કોઈપણ વાલી તેઓના સંતાન જે અભ્યાસક્રમની અંદર ભણતા હોય છે તેમજ તેની કારકિર્દી બનાવે તેવું ઇચ્છતા હોય છે અને ભાગ્યે જ અફઝલની જેમ યુવાનોને તેમના મનપસંદ ક્ષેત્રની અંદર પોતાની કારકિર્દી બનાવવા માટેની તક મળતી હોય છે જોકે દરેક માતા-પિતા પોતાના સંતાનોને તેના મનપસંદગીના ક્ષેત્રની અંદર આગળ વધવા માટેનું મોકળૂ મેદાન આપે તો તેઓ પણ અફઝલની જેમ પોતાની સારી અને સફળ કારકિર્દી બનાવી શકે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી