મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પાલીકાને સુપર સીડ કરતા પહેલા પદાધિકારીઓ અને સભ્યોનો છેડો લેતી સરકાર !


SHARE





મોરબી નગરપાલિકાને અગાઉ સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી અને સુપર સીડ શા માટે ન કરવી પાલિકાને તેનો જનરલ બોર્ડ બોલાવીને જવાબ માગવામાં આવ્યો હતો જેમાં પાલિકાના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા પાલિકામાં જરૂરી દસ્તાવેજી પુરાવા ન હોવાથી દસ્તાવેજી પુરાવા મળશે ત્યાર પછી જવાબ આપશુ તેઓ લૂલો બચાવ કરતો જવાબ સરકારમાં મોકલવામાં આવ્યો હતો જેની સામે સરકારના શહેરી વિકાસ વિભાગમાંથી હાલમાં મોરબી નગરપાલિકાને સીટનો રિપોર્ટ સહિત 50 પાનાનો જવાબ મોકલવામાં આવ્યો છે જેના આધારે તાત્કાલિક મોરબી નગરપાલિકાનો સ્પષ્ટ જવાબ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે

મોરબી નગરપાલિકા હસ્તકનો જુલતોપુલ ઓરેવા ગ્રુપને સંચાલન માટે આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે જુલતોપુલ તૂટી પડ્યો છે જેથી કરીને 135 લોકોના મોત થયા છે અને ત્યારબાદ હાઇકોર્ટમાં પણ સુઓમોટો અને જાહેર હિતની અરજીની સુનવણીઓ ચાલી રહી છે અને આ પાલિકાને સુપરસીડ શા માટે ન કરવી તે પ્રકારની કારણ દર્શક નોટિસ સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા અગાઉ પાલિકાના પ્રમુખને આપવામાં આવી હતી અને જનરલ બોર્ડ બોલાવીને તેનો જવાબ સરકારમાં મોકલવા માટે થઈને જણાવવામાં આવ્યું હતું જોકે પાલિકામાં છેલ્લે જે જનરલ બોર્ડ બોલવામાં આવ્યું હતું તેમાં પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો જે હાજર હતા તેમના દ્વારા પાલિકામાં ઝુલતાપુલને લગતા જરૂરી ડોક્યુમેન્ટ નથી અને તે ડોક્યુમેન્ટ મળ્યા પછી જવાબ કરશુ તેવો લૂલો બચાવ કરતો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો જેની સામે સરકારના શહેરી વિકાસ વિભાગમાંથી હાલમાં મોરબી નગરપાલિકાને સીટના રિપોર્ટ સહિત કુલ મળીને 50 પાનાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે અને તેના આધારે હવે પાલિકાનો ફાઈનલ જવાબ મંગાવવામાં આવ્યો છે જેથી મોરબી નગરપાલિકાને સુપર સીડ કરતાં પહેલાં અહીંના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોના છેડા સરકાર લેતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે




Latest News