હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો.નું જયસુખભાઈ પટેલને સમર્થનમાં


SHARE







મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો.નું જયસુખભાઈ પટેલને સમર્થનમાં

મોરબીમાં ઝૂલતા પૂલ કેસ જયસુખભાઇ પટેલ હાલમાં રિમાન્ડ ઉપર છે ત્યારે જુદાજુદા સંગઠનો તેનું સમર્થન કરી રહ્યા છે ત્યારે મોરબી સિરામીક એસો., પેપર મિલ એસો. અને સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જયસુખભાઈ પટેલ અને તેમના પિતાએ કરેલા સમાજ ઉપયોગી કાર્યો તેમજ સમાજમાં માટે કરેલા સારા કાર્યોને જુદીજુદી સંસથાઓએ યાદ કરેલ છે

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બની હતી તે દુ:ખદાયક અને કમનસીબ ઘટના હતી. આ ઘટનામા અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, વિનોદ ભાડજા, હરેશ બોપલીયા અને કિરીટભાઈ પટેલે ભારોભાર દુખની લાગણી વ્યક્ત કરેલ છે અને તમામને શ્રધ્ધાંજલી પાઠવી છે અને જે પત્ર લખ્યો છે તેમાં જણાવ્યુ છે કે, જયસુખભાઈ પટેલના પિતા ઓધવજીભાઇ પટેલ તેમજ જયસુખભાઈ હંમેશા તમામ જ્ઞાતિ, જાતી અને તમામ વર્ગના લોકોને સહકાર આપતા રહ્યા છે. આટલું જ નહીં કન્યા કેળવણીના માધ્યમ થકી તમામ જ્ઞાતિ જાતીની દીકરીઓને શિક્ષણ, દીકરીઓને ઓરેવામાં રોજગાર આપવાનુ કામ કર્યુ છે. તેમજ ઓરપેટ ટ્રસ્ટ દ્વારા જળક્રાંતિ માટે ગામો ગામ ખેત તલાવડા, ચેકડેમ અને વોટરશેડ કરેલ છે તેમજ સમુહલગ્ન, કન્યા કેળવણી, રોજગાર, સ્કોલરશીપ જેવા અનેક કાર્યો કર્યા છે અને દાનની સરવાણી વહાવીને સેવામાં અગ્રેસર રહ્યા છે. જેથી મોરબી સીરામીક એસો.ના પ્રમુખો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે આવી જ રીતે મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા, ઉપપ્રમુખ વિશાલભાઈ મારવાણિયા અને સુનિલ પટેલ તેમજ મોરબી સીરામીક ટ્રેડર્સ એસો.ના પ્રમુખ કે.કે. પટેલ દ્વારા જયસુખભાઈ પટેલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે






Latest News