મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઇન્ટર પોલીસ સ્ટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો કાલે ફાઇનલ


SHARE





મોરબી જિલ્લામાં ઇન્ટર પોલીસ સ્ટેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો કાલે ફાઇનલ

મોરબી જિલ્લામાં પોલીસ પરિવાર વચ્ચે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા ૪ અને ૫ ના રોજ મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી એસપી, ડીવાયએસપી, એ ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી, એલસીબી, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, માળીયા તાલુકા તાલુકા પોલીસ સ્ટેશન, હળવદ તાલુકા પોલીસ સ્ટેશન, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન સહિત કુલ મળીને ૧૨ ટીમો ઉતારવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જીલ્લામાં ગુનેગારોને ઝેર કરવા માટે પોલીસ સતત કાર્યશીલ રહેતી હોય છે ત્યારે તણાવભરી જીવનશૈલીમાંથી હળવાશ ભર્યું વાતાવરણ ઊભું કરવા માટે અને પરસ્પર મૈત્રીની ભાવના કેળવાય તે માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રવિવારે ફાઇનલ મેચ યોજાશે
 




Latest News