હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૪૧૦ દર્દીઓએ લાભ લીધો


SHARE







મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૪૧૦ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.ઠાકરશીભાઈ પુંજાભાઈ મિસ્ત્રી પરિવારના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને નેત્રમણી અને નેત્રયજ્ઞ કેમ્પમાં ૪૧૦ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૧૮ કેમ્પ માં કુલ ૫૭૪૯ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન કરવામાં આવ્યું છે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪ શનીવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૪૧૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૮૬ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે. શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૭ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૫૩૩૯ લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ ૨૪૪૦ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૪૧૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૮૬ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવશે    આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), હરીશભાઈ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), નિર્મિતભાઈ કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮), અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News