મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રેપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી રખડતા ઢોરને ડબ્બે પુરવા જાગૃત નાગરિક દ્વારા બેનર લગાવીને કરવામાં આવ્યો નવતર વિરોધ


SHARE













મોરબી રખડતા ઢોરને ડબ્બે પુરવા જાગૃત નાગરિક દ્વારા બેનર લગાવીને કરવામાં આવ્યો નવતર વિરોધ

મોરબીમાં રખડતા ઢોરને ડબ્બે પુરવાની વાતો કરવામાં આવી રહી છે જો કે, ઢોરને પકડવાની કામગીરી ગોકળ ગતિએ કરવામાં આવી રહી છે જેથી શહેરમાં ઠેરઠેર રખડતા ઢોર વધી ગયા છે ત્યારે રખડતા ઢોરના ત્રાસમાથી લોકોને મુક્તિ મળે તે માટે જાગૃત નાગરિક દ્વારા નવતર વિરોધ કરાયો હતો અને શહેરમાં રખડતા ઢોર ઉપર અમારી પાસે ગમે ત્યાં બેસવાનું અને ફરવાનું લાયસન્સ છેતેવા બેનરો મૂકીને આશ્ચર્યજનક વિરોધ કરવામાં આવ્યો હતો

મોરબી શહેરમાં રખડતા ઢોરના ત્રાસની સમસ્યા વધી રહી છે તેમ છતાં પણ રખડતા ઢોરને પકડવામાં આવતા નથી જેથી કરીને મુખ્ય માર્ગો ઉપરથી રખડતા ઢોરને પકડવા માટે નક્કર કામગીરી કરવામાં આવે તે હેતુ સાથે મોરબી પાલિકાને ફરજનું ભાન કરાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્ટરી કે.ડી. બાવરવા દ્વારા મોરબીના દસેક વિસ્તારમાં રસ્તા ઉપર અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરની પીઠ ઉપર અમારી પાસે ગમે ત્યાં બેસવાનું અને ફરવાનું લાયસન્સ છે તેવા બેનેરો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની સુખકરીને ધ્યાને રાખીને રખડતા ઢોરને પકડવા માટે કામ કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે 






Latest News