મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

ભારે કરી, મોરબીના સિરામિકમાં મજૂરને ગુદાનાં ભાગેથી કમ્પ્રેસર વડે હવા ભરી દીધી !


SHARE

















"ભારે કરી": મોરબીના સિરામિકમાં મજૂરને ગુદાનાં ભાગેથી કમ્પ્રેસર વડે હવા ભરી દીધી !

મોરબીના સિરામિક યુનિટમાં રોજગાર મેળવવા માટે થઈને બે મહિના પહેલા ઝારખંડથી આવેલ યુવાન ગઇકાલે કારખાનાની અંદર કામગીરી કરી રહ્યો હતો ત્યારે તેની સાથે કામ કરનારા અન્ય  મજૂરે યુવાનને ગુદાના ભાગેથી એર કમ્પ્રેસરની પાઇપથી હવા ભરી દીધી હતી જેથી કરીને તેના પેટના ભાગે હવા ભરાઇ જવાના કારણે યુવાનને મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું હાલમાં જાણવા મળે છે

બનાવની જાણ મોરબી નજીક આવેલ આરગિલ સિરામિકમાં રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ ઝારખંડના રહેવાસી અને બે મહિના પહેલા જ મોરબીમાં રોજગારી માટે આવેલ અબ્રાહમભાઈ કાંડેભાઈ ટૂટી (35) પોતાની કામગીરી ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યે કારખાનામાં કરી રહ્યા હતા ત્યારે તેની સાથે કામ કરતો સોમલ નામના મૂળ ઝારખંડના રહેવાસી યુવાને મસ્તી મજાકમાં અબ્રાહમભાઈને ગુદાના ભાગેથી એર કમ્પ્રેસરની પાઇપ વડે હવા ભરી દીધી હતી જેથી કરીને તેના શરીરમાં પેટના ભાગે હવા ભરાઈ જવાના કારણે અબ્રાહમભાઈને પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે કરવામાં આવ્યા છે અને હાલમાં આ યુવકની સારવાર ચાલુ હોવાનું જાણવા મળે છે અને આ બનાવની પોલીસને હોસ્પિટલા દ્વારા જાણ કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યુ છે




Latest News