મોરબી : માળીયા(મીં)ના ખાખરેચી ગામે થયેલ પરણીતાના મર્ડરમાં ધરાર પ્રેમી બાદ મૃતકના જમાઇની ધરપકડ
SHARE









મોરબી : માળીયા(મીં)ના ખાખરેચી ગામે થયેલ પરણીતાના મર્ડરમાં ધરાર પ્રેમી બાદ મૃતકના જમાઇની ધરપકડ
મોરબી જીલ્લાના માળીયા(મિં.) તાલુકાના ખાખરેચી ગામની સીમમાં વાડીમાં રહેતા અને ખેતરમાં મજૂરી કામ કરતાં પરિવારની પરિણીતા સાથે તેણીના જમાઇના ભાઇને આડાસંબંધ હોય ધરાર પ્રેમી દ્રારા તે મહિલાને પોતાની સાથે આવવા માટે કહેવામાં આવ્યુ હતુ જો કે તે મહિલાએ ધરારપ્રેમીની સાથે જવાની ના પાડી દેતા મહિલા ઉપર લોખંડની કોસ વડે માથાના ભાગે હુમલો કરવામાં આવ્યો હતો અને પરણીતાને માથામાં તેમજ હાથે-પગે માર મારવામાં આવ્યો હોય જેતે સમયે પરણીતાનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો. બનાવમાં મૃતક મહિલાના પતિએ પોતીના જમાઇ અને તેના ભાઇ એમ બે શખ્સોની સામે માળીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો જેમા અગાઉ ધરારપ્રેમીની ધરપકડ કરાયા બાદ ગઇકાલે મૃતક મહિલાના જમાઇ અને હત્યામાં મદદગારી કરનાર ઇસમને પકડીને જેલ હવાલે કરાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા (મિં.) તાલુકાના ખાખરેચી ગામે જીતુભા અમરસંગ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રણજીયાભાઇ ઉર્ફે રણજીતભાઈ બામેટીયાભાઈ વસાવા ભીલ આદીવાસી (ઉંમર ૫૦) એ તેમના પત્ની શારદાબેન રણજીતભાઇ વસાવા (ઉમર ૪૦) ની હત્યા કરવામાં આવી હોવાની જેતે સમયે ભુપતભાઇ સવાભાઇ ઠાકોર અને બીજલભઇ સવાભાઇ રાઠોડ રહે.બન્ને ઝીંઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનદર હાલ રહે.હાંસલપુર ચોકડી વિરમગામ વાળાની સામે ફરીયાદ નોંધવીને લખાવ્યુ હતુ કે, આરોપીઓ પૈકીના ભુપતભાઈ સવાભાઈ ઠાકોર કે જે તેમના જમાઇ બીજલ સવાભાઇ ઠાકોરનો ભાઇ થાય તેને ફરીયાદી રણજીતભાઇના પત્ની મૃતક શારદાબેન સાથે આડા સંબંધ હતા અને ભુપતભાઈ ઠાકોરે તેમના પત્ની શારદાબેનને તેની સાથે આવવા માટે કહ્યું હતું જો કે મૃતક શારદાબેને ભુપતની સાથે જવાના ના કહેતા ભુપતભાઇ ઠાકોરે તેને ગાળો ભાંડીને લોખંડની કોસ વડે શારદાબેનને માથાના અને હાથ-પગના ભાગે માર માર્યો હતો જેથી કરીને શારદાબેનને ગંભીર ઇજાઓ થવાના કારણે શારદાબેનનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો હતો.બનાવ સમયે આરોપી બિજલ સવાભાઇ રાઠોડ કેજે મૃતક મહિલાનો જમાઇ થાય છે તેણે મૃતકને પકડી રાખી હતી.જેથી કરીને હત્યાના ગુનામાં માળીયા પોલીસે થોડા દિવસો પહેલા ધરારપ્રેમી ભુપત સવા ઠાકોરને પકડી પાડયો હતો.
જ્યારે ગઈકાલે માળીયા પોલીસ મથકના પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા રાયટર કનુભા ગઢવી સહિતના સ્ટાફે મૃતક મહિલા શારદાબેનના જમાઇ બીજલ સવાભાઇ ઠાકોર (ઉમર ૨૧) રહે.ઝીંઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનદર હાલ રહે.હાંસલપુર ચોકડી વિરમગામ કે જે બનાવ સમયે મદદગારીમાં હતો તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
