નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે કેનાલ પાસે આવેલ વાડીમાંથી બે બાઈકની ચોરી


SHARE





મોરબીના પંચાસર રોડે કેનાલ પાસે આવેલ વાડીમાંથી બે બાઈકની ચોરી: ફરિયાદ નોંધાવી

મોરબીના પંચાસર રોડ ઉપર મેઈન કેનાલ પાસે આવેલ રોલાની વાડીમાં રાત્રિ દરમિયાન વાહન ચોર ગેંગ ત્રાટકી હોય તે રીતે જુદા જુદા ચાર બાઇકની ત્યાંથી ઉઠાંતરી કરવામાં આવી હતી જોકે બે બાઇકને વાડીની પાછળના ભાગમાં છોડીને અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા પરંતુ બે બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર મેઇન કેનાલની બાજુમાં આવેલ રોલાની વાડીમાં ગત તા. 25/2/2023 ના રાત્રિના બે વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણી વાહન ચોર ગેંગ ત્રાટકી હોય તે રીતે ત્યાં રહેતા લોકોના વાહનોમાંથી એકી સાથે ચાર બાઇકની ઉઠાંતરી કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા બાઇકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી તેમજ જે તે સમયે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને પણ આ બનાવની જાણ કરવામાં આવી હતી જોકે શોધખોળ દરમિયાન વાડીની પાછળના ભાગમાંથી બે બાઈક મળી આવ્યા હતા પરંતુ બે બાઈક ન મળ્યા હોવાથી હાલમાં ચોરીની આ ઘટના સંદર્ભે રોલાની વાડીમાં રહેતા બેચરભાઈ જગદીશભાઈ પરમાર જાતે સતવારા (28) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેનો બાઈક નંબર જીજે 36 પી 7603 જેની કિંમત 60,000 તેમજ અનિલભાઈ ભરતભાઈ સતવારા નું બાઈક નંબર જીજે 36 પી 6706 જેની કિંમત રૂપિયા 40,000 આમ કુલ મળીને એક લાખ રૂપિયાની કિંમતના બે બાઈકની ચોરી થઈ હોવાથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News