મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ પાસે ઓવરટેક કરવા જતા રસના ચિચોડો લગાવેલ વાહનને ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રકના ટાયરમાં કચડાઈ જવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના ગાળા ગામ પાસે ઓવરટેક કરવા જતા રસના ચિચોડો લગાવેલ વાહનને ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રકના ટાયરમાં કચડાઈ જવાથી યુવાનનું મોત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે હરી કૃપા પેપરમીલની સામેના ભાગમાંથી રસનો ચિચોડો વાહનમાં લઈને જઈ રહેલ બે વ્યક્તિના વાહનનો ઓવરટેક કરવા જતા ટ્રક ચાલકે તે વાહનને હડફેટે લીધું હતું જેથી કરીને બે પૈકીનો એક વ્યક્તિ રોડ ઉપર નીચે પડી ગયો હતો અને બીજો વ્યક્તિનું ટ્રકના ટાયર નીચે માથું આવી જતા કચડાઈ જવાના કારણે ત્યાં તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યુ હતુ જેથી કરીને હાલમાં અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છૂટેલા ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના ફુવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં ચાર ગોડાઉન સામે દાઉદભાઈ મિયાણાના મકાનમાં ભાડે રહેતા દવરસિંહ ઉર્ફે ધરવસિંહ સોદાનસિંહ બાધેલ જાતે પાલ (40)એ અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ તેના સાળાના દીકરા દેવેન્દ્રભાઈ હરવીરસિંહ બાધેલ જાતે રાઠોડ (20) ને સાથે લઈને મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગાળા ગામના પાટીયા પાસે હરી કૃપા પેપર મીલ સામેથી રસ્તા ઉપરથી શેરડીનો રસ કાઢવા માટેના ચિચોડા વાહનમાં લઈને પોતાના વાહનમાં જઈ રહ્યા હતા ત્યારે તેના વાહનો અવરટેક કરવા જતા સમયે અજાણ્યા ટ્રક ચાલકે ફરિયાદીના વાહનને આગળના ભાગેથી હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી યુવાન રોડ સાઈડમાં નીચે પડી ગયો હતો જોકે તે વાહનમાં તેની સાથે બેઠેલ ફરિયાદીના સાળાનો દીકરાનું ટ્રકના તોતિંગ ટાયર નીચે માથું આવી જતા તેને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે તેનું મોત નિયજ્યુ હતુ અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે






Latest News