મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના ગણિત-વિજ્ઞાન શિક્ષકો માટે બે દિવસીય વર્કશોપ યોજાયો


SHARE







ટંકારા તાલુકાના ગણિત-વિજ્ઞાન શિક્ષકો માટે બે દિવસીય વર્કશોપ યોજાયો

રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકોનું ગણિત-વિજ્ઞાન ટીચર સર્કલ બનાવવામાં આવેલ છે તે અંતર્ગત બે દિવસીય વર્કશોપનું આયોજન બી.આર.સી.ભવન ટંકારા દ્વારા તા.૧ અને ૨ માર્ચના રોજ મિતાણા તાલુકા શાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની સહભાગિતા દ્વારા શિક્ષકો માટે વર્કશોપ યોજવામાં આવ્યો.હેન્ડ ઓન એકટીવાટીસ દ્વારા બાળકોની ગણિત-વિજ્ઞાન વિષય પ્રત્યેની રુચીમાં અભિવૃદ્ધિ થાય તેમજ સરળતાથી ગણિત-વિજ્ઞાન વિષય કેવી રીતે શીખવી શકાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમજ સાહિત્ય નિર્માણ કરવામાં આવ્યું. વિક્રમ એ. સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરની તરફથી ગણિત-વિજ્ઞાન વિષયના રમકડાં બનાવવા માટે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ માટે સાહિત્ય આપવામાં આવ્યું હતું. VASCSC માંથી લતાબેન તોરવી, અપેક્ષાબેન પટેલ તેમજ તેમની ટીમ દ્વારા શિક્ષકોને પ્રેક્ટિકલ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે દિવસ શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વર્કશોપને સફળ બનાવ્યો હતો.અંતમાં તમામ ભાગ લીધેલ શિક્ષકોને પ્રમાણપત્ર તેમજ તમામ શાળાઓને પ્રવૃત્તિઓ કરવા માટેનું સાહિત્ય આપવામાં આવ્યું હતું.આ તકે બી.આર.સી.કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર, તમામ સી.આર.સી., મિતાણા તાલુકા શાળા  આચાર્ય કિરણબેન અને ભાવેશભાઈ તેમજ મિતાણા સ્પેસ ક્લબના શિક્ષક કલ્પેશભાઈ પટેલ દ્વારા વર્કશોપના અસરકારક આયોજન માટે કામગીરી કરવામાં આવી હતી.






Latest News