નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એલસીબીની વધુ એક વરલી જુગારની રેડ: સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ


SHARE





વાંકાનેરમાં એલસીબીની વધુ એક વરલી જુગારની રેડ: સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

વાંકાનેર સિટીમાં વધુ એક વખત એલસીબીની ટીમ દ્વારા વરલી જુગારની રેડ કરવામાં આવી છે અને ત્યારે વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૯૭૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ એક આરોપીનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને વારંવાર વરલી રેડ એલસીબીની ટિમ કરી રહી છે ત્યારે સ્વાભાવિક રીતે વાંકાનેર સિટી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં વરલી જુગારની અગાઉ એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને જે આરોપીને વરલી જુગારના આંકડા લેતા પકડવામાં આવ્યો હતો તેને હાલમાં કરવામાં આવેલ જુગારની રેડમાં ફરી પાછો પકડવામાં આવેલ છે અને હાલમાં મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા વાંકાનેર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ગેબી પાન પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર વરલી જુગારના આંકડા લેતા બે શખ્સો મળી આવ્યા છે જેથી કરીને પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને ૮૨૫૦ ની કિંમતની રોકડ આમ કુલ મળીને ૯૭૫૦ ની કિંમતના મુદ્દામાલ સાથે રાજદીપસિંહ દિલુભા જાડેજા જાતે દરબાર (૨૮) રહે. મીલ કોલોની વાંકાનેર અને દેવરાજભાઈ ઉર્ફે પીન્ટો નાગજીભાઈ સુરેલા જાતે કોળી (૩૪) રહે વીસીપરા રેલવે સ્ટેશન પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો ક્રિપાલસિંહ જાડેજા રહે. વાંકાનેર વાળાના કહેવાથી વરલીના આંકડા લખીને જુગાર રમાડતા હોવાનું સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલ્લેખીય છે કે, વરલી જુગારની રેડ વારંવાર એલસીબી દ્વારા કરવામાં આવે છે અને તેમાં અગાઉ જે શખ્સ વરલી જુગારના આંકડા લેતા ઝડપાયો હતો તેને પકડવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા શું કામગીરી કરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અને શા માટે થઈને જુગારની આ બદીને ડામવા માટે થઈને નકકર પગલે નથી લેવામાં આવતા તે પણ તપાસનો વિષય છે




Latest News