મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના વસુંધરા ગામે ગોચરની જમીનમાંથી ૧૧.૦૨ લાખના ખનીજની ચોરી


SHARE





વાંકાનેરના વસુંધરા ગામે ગોચરની જમીનમાંથી ૧૧.૦૨ લાખના ખનીજની ચોરી

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે આવેલ ગોચરની જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરીને પર્યાવરણને નુકસાન કરવામાં આવ્યું છે જેથી હાલમાં ખાન ખનીજ વિભાગના અધિકારી દ્વારા અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧૧,૦૨,૭૬૩ ની કિંમતની ખનીજ ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગરના રહેવાસી અને હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ સરસ્વતી હિલના છઠ્ઠા માળે રહેતા મિતેશભાઇ રામભાઈ ગોજીયા જાતે આહિર (૨૯) એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે સર્વે નંબર ૮૯ પૈકી ૨ ની ગોચરની જમીનમાં અજાણ્યા શખ્સોએ પથ્થર કાપવાની ૬ ચકરડી તથા ઇલેક્ટ્રીક ૫ મોટર મૂકીને લાઈમ સ્ટોન ખનીજ ૨૧૮૮.૨ મેટ્રિક ટનનું ખનન કર્યું છે અને પર્યાવરણને નુકસાન કર્યું છે જેથી કરીને અજાણ્યા શખ્સની સામે ૧૧,૦૨,૭૬૩ રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવી છે જેથી કરીને અધિકારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલ્લીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ-૨૦૧૭ ના નિયમ -૩, ૧૦, ૧૨(ર), ૧૩ તથા એમ.એમ.આર.ડી. એક્ટ- ૧૯૫૭ ની કલમ-૪(૧) અને ૪(૧-એ) તથા ૨૧ ની પેટા કલમ-૧ થી ૬ મુજબ ગુનો નોંધીને અજાણ્યા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જુગાર

મોરબીમાં સુપર ટોકીઝની સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં વરલી જુગારની રેડ કરતા ત્યાં વરલી જુગરના આંકડા લેતા સેક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૫૦૦ ની રોકડ કબજે કરીને સવજીભાઈ નરસીભાઈ પરમાર જાતે સતવારા (૬૩) રહે. માધાપર શેરી નં-૫ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News