મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં ધૂમ સ્ટાઇલમાં નીકળેલા ત્રણ શ્ખ્સોએ પોલીસકર્મીને ગાળો આપીને માર મારતા ગુનો નોંધાયો


SHARE









હરેશભાઇ પરમાર દ્વારા, હળવદના સરા રોડ પોલીસ કર્મી મોટરસાયકલ લઇને પસાર થતા હતા તે દરમિયાન હળવદના ત્રણ શખ્સો ધૂમ સ્ટાઇલમાં બાઇક ઉપર નીકળ્યા હતા ત્યારે તેને ફરજના ભાગરૂપે રોકતા તેની સાથે ત્રણયે શખ્સોએ બોલાચાલી કરી હતી અને પોલીસકર્મીને ઢીકા પાટુનો માર માર્યો હતો જેથી કરીને પોલીસ કર્મીએ આ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોસ્ટેબલ સુખદેવભાઈ મગનભાઇ પરમાર (૩૫) મોટરસાયકલ લઈને હળવદ હાઈવે ‌પરની સોસાયટીથી પરત આવતા હતા તે દરમિયાન હળવદના નગરપાલિકાના આંબેડકર કોમ્પ્લેક્સની સામે ત્રણ શખ્સો ધૂમ સ્ટાઇલમાં મોટરસાયકલ લઈને નીકળતા તેને ફરજના ભાગરૂપે રોક્યા હતા ત્યારે આરોપીઓએ બોલાચાલી કરી હતી અને ગાળો આપીને સુખદેવભાઇને ઢીકા પાટુંનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા પોલીસકર્મીએ હાલમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં હળવદની શક્તિ ટોકીઝ પાછળ રહેતા મહેશભાઈ રઘુભાઈ હળવદિયા (૨૪), વિકાસભાઈ રઘુભાઈ હળવદિયા (૨૦) અને આજી કિશનભાઈ (૨૨) રહે, દિલ્હી વાળા ની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી છે




Latest News