મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી મંદિર દ્વારા નવમો સમૂહલગ્ન યોજાશે, ૨૧ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે મોરબીના શિક્ષક કુશ અંતાણીએ ૩૩ મી વખત રક્તદાન કરી માનવતા મહેંકાવી મોરબીના વૃદ્ધાશ્રમના વડીલોની બેરંગી જિંદગીને કલરફુલ બનાવી ઇન્ડિયા ગ્રુપે મનાવ્યો પ્રેરણાદાયી રંગોત્સવ મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ડબલ ૨કમ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા કોર્ટનો હુકમ મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીનાઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે કરી ધુળેટીની ઉજવણી
Breaking news
Morbi Today

હવે મોરબીની સિવિલમાં કાર્ડિયોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ


SHARE













હવે મોરબીની સિવિલમાં કાર્ડિયોલોજીસ્ટની સેવાઓ ઉપલબ્ધ

મોરબી શહેરની સિવિલ હોસ્પિટલમાં મંગળવારથી કાર્ડિયોલોજીજીસ્ટની સેવાઓ પણ શરુ કરવામાં આવી છે જેથી કરીને દર્દીઓને સરકારી હોસ્પીટલમાં જ તેનો લાભ મળશે અને તેની સારવાર પણ થઈ શકશે

મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, સિવિલ હોસ્પિટલમાં મંગળવાર તા.૧૪ થી કાર્ડિયોલોજીસ્ટ ડો. લોકેશ ખંડેલવાલની માંડ સેવા ઉપલબ્ધ થયેલ છે અને હૃદયરોગ, વાલ્વની બીમારી, હાઈ બીપી, હૃદયના અનિયમિત ધબકારા, વારંવાર છાતીનો દુખાવો સહિતના રોગના દર્દીઓ અને હૃદય તેમજ લોહીની નળીના રોગોને લગતા દર્દોને તેમના દ્વારા ફ્રી ઓફ ચાર્જ તપાસવામાં આવશે અને નિદાન કરી આપવામાં આવશે આ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દર રવિવાર અને જાહેર રજાના દિવસો સિવાયના દિવસોમાં દરરોજ સવારે ૯ થી ૧૦ વાગ્યા સુધી મોરબી સિવિલ હોસ્પિટલના રૂમ નંબર-૯ ખાતે મળી શકશે






Latest News