મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાકક્ષાનો યુવા ઉત્સવ ૧૯મીએ નવયુગ સંકુલમાં યોજાશે


SHARE







મોરબી જિલ્લાકક્ષાનો યુવા ઉત્સવ ૧૯મીએ નવયુગ સંકુલમાં યોજાશે
 

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત, કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા યુવા ઉત્સવ તા.૧૯/૦૯ ના રોજ યોજાશે.

આ સ્પર્ધામાં વકતૃત્વ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ-શાયરી લેખન, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી,  લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, ભજન, સમૂહગીત, લોકવાદ્ય, લોકવાર્તા, એકપાત્રીય અભિનય, પાદ્પૂર્તિ  દુહા-છંદ-ચોપાઈ એમ કુલ ૧૫ સ્પર્ધાનું આયોજન તમામ તાલુકા કક્ષાએ થયેલ હતું. મોરબી જિલ્લાના તમામ (પાંચ) તાલુકાના તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોને તા.૧૯/૦૯ ના રોજ નવયુગ સંકુલ, ‘બાની વાડીની બાજુમાં, મોરબી-રાજકોટ હાઇવે, વીરપર, તા. ટંકારા, જી. મોરબી ખાતે સવારે ૮.૦૦ કલાકે હાજર રહી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.  






Latest News