મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ગંદા પાણીની ગટર ઉભરાતા મહિલા સાથે ઝઘડો કરીને દીકરાને મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં ગંદા પાણીની ગટર ઉભરાતા મહિલા સાથે ઝઘડો કરીને દીકરાને મારી નાખવાની ધમકી

મોરબી નવલખી રોડ ઉપર લાયન્સનગર પાસે આવેલ શીવ આરાધના એપાર્ટમેન્ટમાંથી નીકળતા ગંદા પાણીની ગટર ઉભરાતી હોવાથી ત્યાં રહેતી મહિલાને ગાળો આપવામાં આવી હતી અને તેની સાથે ઝપાઝપી કરીને તેને પગના ભાગે પાટુ મારીને ફ્રેકચર કરવામાં આવ્યું છે અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને હાલમાં મહિલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નલવખી રોડ લાયન્સનગર પાસે આવેલ શીવ આરાધના એપાર્ટમેન્ટમાં રહેતા લીનાબેન શૈલેષભાઇ હિંમતભાઇ રાવલ જાતે બ્રાહ્મણ (૪૧)એ હાલમાં રાજુભાઇ હિતેશભાઇ રબારી રહે. નવલખી રોડ લાયન્સનગર મોરબી વાળાની સામે ફરિયાદ  નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી નવલખી રોડ લાયન્સનગર પાસે શીવ આરાધના એપાર્ટમેન્ટ આવેલ છે અને ત્યાં ફરીયાદી તથા આરોપીના રહેણાંક નજીક નજીક આવેલ છે અને ફરિયાદી જે શીવ આરાધના એપાર્ટમેન્ટમાં રહે છે તે એપાર્ટમેન્ટના વપરાશના ગંદા પાણીની ગટર ઉભરાતા બહાર રોડ પર નીકળતી હતી જે બંધ કરવા બાબતે આરોપીએ ફરિયાદી મહિલાની સાથે ઝઘડો કરીને ગાળો બોલીને ઝપાઝપી કરી હતી અને મહિલાને પછાડી દઇને તેને પગે ઢીંચણ પર પગથી પાટુ મારી ઢીંચણના હાડકામાં ફેક્ચર કરી નાખેલ છે અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને મહિલાની ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News