મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો સરકારે પ્રત્યુતર ન આપતા કર્યો ખેડૂતોએ હુંકાર: મોરબીના જેતપર ગામે 10 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે કિસાન અધિકાર મહાપંચાયત  છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







































ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

થાનમાં રહેતા અને સેનેટરીનો વેપાર કરતો યુવાન ટંકારા તાલુકાના સજનપર ગામે તેના મામાના ઘરે આવ્યો હતો ત્યારે ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાન પાસેથી ઇનોવા કારના રૂપિયાની ઉઘરાણી કરી હતી તેમજ યુવાનને માર માર્યો હતો અને તેના નાનીને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યુવાનના મામાને ફોન ઉપર ગાળો આપીને ધમકી આપી હતી. જેથી યુવાનના મામાએ ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં આવેલ સર્વોદય સોસાયટી શાળા નં.4 પાસે રહેતા ધવલભાઇ પ્રવીણભાઈ સભાડીયા (31)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ જગુભાઈ ગીડા, પથુભાઈ ગીડા અને બે અજાણ્યા માણસો રહે. બધા થાન વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે તેઓ ટંકારા તાલુકાનાં સજનપર ગામે તેના મામા દેવજીભાઈ મોહનભાઈ અંદોસરિયાના મકાને આવ્યા હતા ત્યારે તેઓની પાસે આરોપી દિલીપભાઈ સહિતના ચારેય આરોપીઓ આવ્યા હતા અને તેની પાસેથી ઈનોવા ગાડીના રૂપિયા માંગીને ગાળો આપી હતી તેમજ થપ્પડો મારી હતી અને તેમજ પથુભાઈએ ફરિયાદીને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીના નાની સવિતાબેન વચ્ચે પડતા દિલીપભાઈએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અજાણ્યા શખ્સોએ તેઓની ગાડીમાંથી હથિયાર કાઢ્યા હતા અને દિલીપભાઈએ ફરિયાદીના મામા દેવજીભાઈને ફોન ઉપર ગાળો આપીને ધમકી આપી હતી જેથી તેઓએ ધમકીઓથી કંટાળીને વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 4 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News