મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસેથી પિસ્તોલ-કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો


SHARE









મોરબીના ટિંબડી પાટીયા પાસેથી પિસ્તોલ-કાર્ટિસ સાથે એક શખ્સ પકડાયો

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી પિસ્તોલ મળી આવી હતી જેથી પોલીસે પિસ્તોલ અને કાર્ટિસ કબજે કરીને ૧૦,૧૦૦ ના મુદ્દામાલને કબજે કરેલ છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની મેગેઝીન વાળી એક પિસ્તોલ મળી આવતા પોલીસે ૧૦ હજાર રૂપિયાની પિસ્તોલ અને ૧૦૦ રૂપિયાની કિંમતનું કાર્ટિસ આમ કુલ મળીને ૧૦,૧૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભાવેશભાઈ ઉર્ફે બાધો રમેશભાઈ આતરેસીયા જાતે કોળી (૨૯) રહે. સો-ઓરડી શેરી નં-૭ સાગર પાનની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દેશી બનાવટનું હથિયાર તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં હવે પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News