મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલયમાં સાયબર ક્રાઇમની અવેરનેશ માટે કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલયમાં સાયબર ક્રાઇમની અવેરનેશ માટે કાર્યક્રમ યોજાયો

ટંકારામા આવેલ એમ.પી. દોશી વિદ્યાલય ખાતે ટંકારા પોલીસ જવાનો દ્વારા સાયબર અવેરનેશ રાખવા માટે અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોશિયલ મિડિયા અને એપ્લિકેશનના ઉપયોગ અંગેની માહિતી આપવામાં આવી હતી અને ઘણી વખત બ્લેકમેલિંગ કરવામાં આવે છે તે વિષેની માહિતી આપવામાં આવી હતી તો ખરીદી કે બેન્કિંગ બાબતે છેતરપિંડી વધી રહી છે ત્યારે ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા  એમ પી દોશી વિર્ધાલય ખાતે ધોરણ ૧૨ મા અભ્યાસ કરતા છાત્રો સાથે નવતર અભિગમ અપનાવીને સાયબર અવેરનેસ સંદર્ભે સેમિનાર યોજી સાયબર ક્રાઇમને લગતી મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી હતી. આ વખતે ઝીણામાં ઝીણી વિગતો ઉદાહરણ તરીકે સમજાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્ર ને સાર્થક કરી બતાવવા અને ભવિષ્યના નાગરિક તરીકે બખુબી જવાબદારી નિભાવવા ભાર મૂક્યો હતો. આ તકે ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા અને સરકારની જુદીજુદી સુવિધાઓની માહિતી અપાઈ હતી આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રભુભાઈ કામરીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, સંગઠન મહા મંત્રી રૂપસિંહ ઝાલા ગણેશભાઈ નમેરા, ઉપ પ્રમુખ દિનેશભાઈ વાધરિયા, રશમિકાંત દુબરીયા, નિલેશ પટણી  એમ પી દોશી વિર્ધાલય ના આચાર્ય ખાંભલા સાહેબ એમ ડી વિધાલય ના શિક્ષકશ્રી સહિતના હાજર રહ્યા હતા. આ ઉપરાંત ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી એચ આર હેરભા સાહેબની અધ્યક્ષતામાં પ્રવિણભાઈ મેવા, ગૌરવભાઈ ગઢવી, શૈલેષભાઈ સગર, ધવલભાઈ ભાગિયા, સતિષભાઈ બસિયા, વિધાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.




Latest News