મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીની લોર્ડસ ઇકો ઇન હોટલમાં જુગારધામ: આઠ જુગારી ૮.૬૫ લાખની રોકડ સાથે ઝડપાયા


SHARE









મોરબીની લોર્ડસ ઇકો ઇન હોટલમાં જુગારધામ: આઠ જુગારી ૮.૬૫ લાખની રોકડ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લોર્ડસ ઇકો ઇન હોટલમાં રૂમ ભાડે રાખીને જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે જુગારની રેડ કરી હતી તે સમયે જુગાર રમતા આઠ જુગારીઓ મળી આવ્યા હતા જેથી પોલીસે ૮.૬૫ લાખથી વધુની રોકડ રકમ કબજે કરીને આ જુગારીઓઓની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃતિને ડામવા માટે જુદીજુદી જગ્યાએ રેડ કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી તાલુકાના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે અને જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકાના બેલા ગામની સીમ જેતપર રોડ ઉપર આવેલ લોડસ ઇકો ઇન હોટલમાં જુગારની રોડ કરી હતી ત્યારે રૂમ ભાડે રાખી જુગાર રમતા આઠ ઇસમોને રોકડ ૮.૬૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા 

જેમા સુરેશભાઇ પ્રભુભાઈ ભીમાણી જાતે પટેલ ૪૬ અવની પાર્ક રવાપર રોડ, ચેતન કલ્યાણભાઈ દેત્રોજા જાતે પટેલ ૩૬ ફ્લોરા ૧૫૮ રવાપર ગામ, પિયુષ જસમતભાઈ કગથરા જાતે પટેલ ૩૬ પ્રમુખસ્વામી પાર્ક પંચાસર રોડ, હરેશ રામજીભાઈ દેત્રોજા જાતે પટેલ ૩૮ વેલકમ પ્રાઇડ રવાપર, ધર્મેન્દ્ર ભાણજીભાઈ પાંચોટિયા જાતે પટેલ ૩૮ સાદુળકા, રસિક અમરશીભાઈ ચાડમિયા જાતે પટેલ ૪૦ સાનિધ્ય પાર્ક રવાપર રોડ, લાલજી ભગવાનજીભાઈ કડીવાર જાતે પટેલ ૩૬ સંગમ એપાર્ટમેન્ટ રવાપર અને દીપેશ તનસુખભાઈ કાવર જાતે પટેલ ૩૦ આલ્પા પાર્ક મોરબી વાળાનો સમાવેશ થાય છે આ કામગીરી પીઆઇની સુચના મુજબ પીએસઆઇ વી.જી.જેઠવા, જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા,જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, રમેશભાઇ મુંધવા, કેતનભાઇ અજાણા, ભગીરથભાઇ લોખીલ, કુલદીપભાઇ કાનગડ, હરપાલસિંહ ઝાલા, દેવશીભાઇ મોરી, ઋતુરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે 

જોકે આ જુગારીઓમાંથી કોઈપણ બેલા રોડ ઉપર રહેતા નથી અને મોટાભાગના રવાપર રોડ અથવા તો મોરબી શહેરમાં રહે છે તો ત્યાંથી આ બધા જ જુગારીઓ ચાલીને જુગાર રમવા માટે હોટલમાં ગયા હતા ? તેઓની પાસે કોઈ મોબાઈલ ફોન હતા કે નહીં ? આ તમામ બાબતોની તપાસ કરવામાં આવે તો અન્ય જુગારની રેડમાં જે પ્રકારે તમામ મુદ્દામાલ ને પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે તે રીતે આ જુગારની રેડમાં શા માટે થઈને જુગાર રમવા માટે હોટલમાં ગયેલા જુગારીઓના અન્ય મુદ્દામાલને કબજે કરવામાં આવ્યો નથી ? તે પણ એક તપાસનો વિષય બની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે




Latest News