મોરબીમાં ડો.સતીશ પટેલની હોસ્પિટલે સરસ્વતી પૂજનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં ડો.સતીશ પટેલની હોસ્પિટલે સરસ્વતી પૂજનનો કાર્યક્રમ યોજાયો
મોરબીની ભૂમિ એટલે ઉદ્યોગનગરીની સાથે સાથે સાહિત્ય સર્જકોની પણ ભૂમિ છે મોરબીમાં અવારનવાર ગૌરવપ્રદ બાબતો બનતી રહે છે મોરબીમાં અનેક સાહિત્ય સર્જકો દ્વારા અવનવું સાહિત્ય સર્જન થતું રહે છે. આ સાહિત્ય સર્જકોમાં અદકેરું નામ કે જેઓ જાણીતા માનીતા બાળરોગ નિષ્ણાંત ડોકટર છે પ્રખર વક્તા, પ્રવક્તા, ચિંતક, બૌદ્ધિક એવા ડો.સતીશ પટેલે પોતાના તબીબી વ્યવસાયની સાથે ઘણું બધું સાહિત્ય સર્જન કર્યું છે
તેઓએ "બાળ ઉછેર બે હાથમાં" પુસ્તક લખ્યું છે જેની અત્યાર સુધીમાં પચીસ હજાર પ્રતો છપાઈ ચુકી છે અને ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા પુરસ્કૃત થયેલ છે અને જેનો હિન્દી અનુવાદ "બચ્ચે કી પરવરીશ" ની બે હજાર નકલો છપાઈ ચુકી છે વંચાઈ ચુકી છે,તેમજ એમનું બીજું એક પુસ્તક "આરોગ્યની આસપાસ" જેનું ડો.સતીશ પટેલે સંપાદન કરેલ છે એ પુસ્તકની એક લાખ છવીસ હજાર નકલો છપાઈ ચુકી છે, વંચાઈ ચુકી છે, "ઇતિ વાર્તા" નામનો ટૂંકીવાર્તા સંગ્રહ પણ અનેક ઘરોમાં વંચાય છે અને "પૂર્ણ વિરામ પછી.."પુસ્તક હાલ પ્રવીણ પ્રકાશનમાં તૈયાર થઈ રહ્યું છે, એવા લેખક ડો.સતીશ પટેલ દ્વારા લખાયેલું પુસ્તક "સ્ટેથોસ્કોપનો ધબકાર"ને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક આપેલ છે. આ ખુશીના અવસરને વધાવવા પુસ્તક સાથે સરસ્વતી પૂજનનો કાર્યક્રમ એમની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે ડો.પ્રેયસ પંડ્યા, ડો.રુચિ પંડ્યા, ડો.સંજય બાણુંગારીયા, દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જયેશભાઈ બાવરવા મંત્રી શિક્ષક મંડળી, ડો.અમૃતલાલ કાંજીયા, ઘનશ્યામભાઈ ડાંગર, વકીલ કાજલબેન ચંડીભ્રમ, ધરતીબેન બરાસરા, સંજય બાપોદરિયા, પી.જી.પટેલ કોલેજના પ્રિન્સિપાલ ડો.રવિંન્દ્ર ભટ્ટ, કિશોરભાઈ વાંસદડીયા વગેરેની હાજર રહ્યા હતા