મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામે વાડીમાં પિતા-પુત્રને અજાણ્યા શખ્સોએ માર માર્યો


SHARE









મોરબીના નવા સાદુળકા ગામે વાડીમાં પિતા-પુત્રને અજાણ્યા શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે વાડી વિસ્તારમાં પિતા અને પુત્રને અજાણ્યા લોકો દ્વારા મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા પિતા પુત્રને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે ગણેશભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રામસુરભાઈ રૂપાભાઈ શિંગાડ (૫૦) અને તેના દીકરા સુનેશભાઈ રામસુરભાઈ શિંગાડ (૨૦) વાડીએ સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ત્યાં આવીને તેને માર માર્યો હતો જેથી ઈજા પામેલા રામસુરભાઈ અને તેના દીકરા સુરેશભાઈને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના ભડીયાદ ગામે રહેતા શક્તિસિંહ રમેશભાઈ સિસોદિયા (૨૪) નામના યુવાનને મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ માંડલ રોડ ઉપર અંબાણી સિરામિક કારખાના સામે રસ્તા ઉપર મારામારીનો બનાવ બન્યો હતો તેમાં ઈજા થઈ હતી જેથી તેને તેનો ભાઈ કિરીટસિંહ સિસોદિયા સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

વાહન અકસ્માત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને વાહન અકસ્માતના બનાવમાં ઇજા પામેલ ચરણ કાળુભાઈ માંડી (૩૯) રહે. ટિંબડી વાળાને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે




Latest News