મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં પરિણીતા એસીડ પી જતાં મોરબી સારવારમાં ખસેડાઇ


SHARE







વાંકાનેરના પંચાસિયામાં પરિણીતા એસીડ પી જતાં મોરબી સારવારમાં ખસેડાઇ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે પરિણીતા કોઈ કારણોસર એસીડ પી ગઇ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા જે બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાંકાનેર તાલુકાને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા વિજયભાઈ લખમણભાઇ પરમારના પત્ની પ્રભાબેન (ઉંમર ૨૯) કોઈ કારણોસર પોતાના ઘરે એસીડ પી ગયા હતા જેથી કરીને તેમને પ્રથમ સારવાર માટે વાંકાનેરના ત્યાંથી વધુ સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારની અંદર આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને ક્યા કારણોસર પરણિતાએ એસિડ પીધું હતું તે દિશામાં તપાસ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી તાલુકાના બેલા ગામ પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે ૩૬ કે ૫૪૦૮ ને રોકીને પોલીસે તલાસી લેતાં તેમા બેઠેલા બંને યુવાનો પાસેથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ૨૦ હજાર રૂપિયાની કિંમત બાઈક અને ૩૭૫ રૂપિયાની કિંમતનો દારૂ આમ કુલ મળીને ૨૦૩૭૫ રૂપિયાના મુદ્દામાલ સાથે મકસુદ મહંમદભાઈ નકુમ જાતે સંધિ (ઉંમર ૨૧) રહેજુના બસ સ્ટેન્ડ પાછળ દરગાહની બાજુમાં અને આસિફ ઈસ્માઈલભાઇ ચાનિયા જાતે સંધિ (ઉંમર ૨૧) રહેસર્કિટ હાઉસ પાસે ભારતનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની દારૂની બોટલ ક્યાંથી આવી તે દિશામાં તપાસ શરૂ કરે છે






Latest News