વાંકાનેરના પંચાસિયામાં પરિણીતા એસીડ પી જતાં મોરબી સારવારમાં ખસેડાઇ
મોરબીના જાંબુડીયા પાસે કારખાનાના કવાર્ટરમાં ફાસો ખાઈ લેતા પરિણીતા સારવારમાં
SHARE
મોરબીના જાંબુડીયા પાસે કારખાનાના કવાર્ટરમાં ફાસો ખાઈ લેતા પરિણીતા સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે સેનેટરીના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પરિવારમાં પરિણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને ગંભીર હાલતમાં મોરબીની સદભાવના હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા અને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા બેલ સેનેટરી નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા પરમાનંદ દાસના પત્ની રંજનબેન (ઉંમર વર્ષ ૨૨) એ કોઈ કારણોસર ગઈકાલે બપોરના સમયે પોતાના કવાર્ટરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને ગંભીર હાલતમાં મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ સદભાવના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને પરિણીતાના લગ્ન પાંચ પહેલા થયા હોવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળે છે જો કે, પરિણીતાએ ક્યા કારણોસર ફાંસો ખાધો હતો તે બનાવ અંગે હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે
પરિણીતાનું મોત
વાંકાનેર તાલુકાના તિથવા ગામે રહેતા જાવેદભાઈ મુસ્લિમના પત્ની પ્રેમીદાબેન (ઉમર ૩૨) ને કિડનીની બીમારી હોય ગઈકાલે હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યુ હતું.જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે રેલવે કવાર્ટરમાં રહેતા ભરતભાઈ ભુપતભાઈ ધામેચા (ઉંમર ૩૪) ને ગઈકાલે બપોરના સમયે બેભાન અવસ્થામાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જો કે બેભાન અવસ્થામાં જ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે