હળવદ પોલીસે હત્યાના ગુનામાં પકડેલા આરોપીએ લોકઅપના શૌચાલયમા કર્યો આપઘાત
મોરબી પંથકમાં જુદા જુદા વાહન અકસ્માતોમાં સાત લોકોને ઇજા
SHARE
મોરબી પંથકમાં જુદા જુદા વાહન અકસ્માતોમાં સાત લોકોને ઇજા
મોરબીના જુદા જુદા વિસ્તારોમાં થયેલા વાહન અકસ્માતોના બનાવમાં સાત લોકોને ઇજાઓ થતાં સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે બે ટ્રક સામસામે અથડાતાં બનેલ અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા પખુભાઇ રામનાથભાઈ રાય નામના ૨૫ વર્ષીય યુવાનને ૧૦૮ વડે સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યારે કારમાંથી ઉતરતા સમયે પડી જવાથી ચેતનભાઇ હરિલાલ દવે નામના યુવાનને ઇજાઓ થતાં તેને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પીટલે લઇ જવાયો હોત. તેમજ મોરબીના હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતો અમિત બાબુભાઈ બાબરીયા નામનો ૨૮ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે હળવદ નજીક આવેલા પરિશ્રમ પેટ્રોલ પંપની પાસે તેના બાઇકને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા અમિત બાબરીયાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા ધુમ્મઠ ગામે રહેતા હરજીભાઈ ડારજીભાઈ પટેલ નામના ૭૨ વર્ષીય વૃદ્ધ બાઈકની પાછળ બેસીને ગામના તળાવ પાસેથી જતા હતા તે દરમિયાન બાઈકના પાછળના ભાગેથી નિચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા હરજીભાઈ પટેલને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ રાંદલના દડવા ગામે રહેતા મનસુખભાઈ આદિત્યરામ બાવાજી નામના ૬૦ વર્ષીય વૃદ્ધ વલ્લભીપુર માણાવદર પાસે ઇકો કારમાંથી પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.
મોરબીના એસપી રોડ ઉપર ફ્લોરા ટાઉનશીપ નજીક બાઈકમાં જતા સમયે પડી જતા જયેશ રામજીભાઈ સાબરીયા (૨૬) રહે.સજ્જનપર તા.ટંકારા વાળાને ઇજાઓ થતાં સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો.તેમજ મોરબીના જૂના બસ સ્ટેશન પાસે બાઇક સ્લીપ થઇ જવાથી વિમલભાઈ રમેશભાઈ નિમાવત રહે. રાસંગપર તા.માળીયા મીંયાણાવાળાઓને ઇજા થતાં સારવારમાં આયુષ હોસ્પીટલે ખસેડાયો હતો.









