મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE









વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં આઇ.ટી.આઇ પાસે અજાણ્યા વાહન ચાલકે બે રાહદારી વ્યક્તિને અડફેટે લીધા હતા જેમાથી એકનું ઇજા થવાથી મોત નીપજયું હતુ અને એક વૃધ્ધને પગમાં ગંભીર ઈજા થતા હાલમાં સારવારમાં ખાસેડાયા હતા અને હાલમાં મૃતકના ભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર જીનપરા શેરી નં-૧૨ રહેતા નવધણભાઇ નારણભાઇ દેકાવાડીયા જાતે કોળી (ઉ.૫૫)એ અજાણ્યા વાહન ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજકોટ વાંકાનેર રોડ પર આઇ.ટી.આઇ પાસેથી તેના ભાઈ રાજુભાઇ ઉર્ફે કાળુભાઇ નારણભાઇ દેકાવાડીયા ઉ.-૫૦ તથા  મણીલાલ માનસીંગભાઇ લોધા (ઉ-૬૦) પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે બંનેને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા ત્યારે ફરિયાદીના ભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને મણિભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવારમાં લઈ જાણવામાં આવ્યા હતા હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News