મોરબી-વાંકાનેર તાલુકામાથી ૧૭ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સ ઝડપાયા
મોરબીની મેપ્સ ગ્રેનાઈટો પર સી-જીએસટીના દરોડા: 24 લાખની કરચોરી પકડાઈ, સ્થળ પર જ ટેક્સની વસૂલાત: બે વર્ષમાં બીજી વખત દરોડો
SHARE
મોરબીની મેપ્સ ગ્રેનાઈટો પર સી-જીએસટીના દરોડા: 24 લાખની કરચોરી પકડાઈ, સ્થળ પર જ ટેક્સની વસૂલાત: બે વર્ષમાં બીજી વખત દરોડો
મોરબીમાં આવેલી મેપ્સ ગ્રેનાઈટો ફેક્ટરી પર સી-જીએસટી વિભાગે દરોડો પાડતાં 24 લાખ રૂપિયાની કરચોરી પકડાતાં સ્થળ પર જ તેની વસૂલાત કરવામાં આવી હતી.
વિભાગ દ્વારા મોરબીના હળવદ રોડ ઉપર આવેલા ફેક્ટરીના યુનિટ ઉપર દરોડા પાડ્યો હતો જ્યાં સાહિત્ય અને સ્ટોકની ગણતરી કરતાં રૂા.24 લાખની કરચોરી બહાર આવતાં સ્થળ ઉપર જ તેની રિકવરી કરાઈ હતી. કંપની દ્વારા ઈ-વે બીલ બનાવ્યા વગર અને ડયુટી ભર્યા વગર ઉત્પાદિત માલનું વેચાણ થતું અટકાવવા માટે સી-જીએસટી પ્રિવેન્ટીવ વિંગ દ્વારા હાઈ-વે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને હાઈ-વે પરથી ડયુટી ચોરી કરીને લઈ જવાતાં ટ્રક ઝડપી લઈ તેના ટ્રેડરો પાસેથી ડયુટીની વસૂલાત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મેપ્સ ગ્રેનાઈટો ઉપર 2019માં પણ દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ ત્યારે કોઈ કરચોરી પકડાઈ નહોતી.