વાંકાનેરનાં ઠીકરીયાળા ગામે છૂટા છેડાનું મનદુખ રાખીને દીકરીના પિતાને ચાર શ્ખ્સોએ માર માર્યો
મોરબીના સિરામિકના કારખાનામાથી ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરનારા પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના સિરામિકના કારખાનામાથી ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરનારા પાંચ શખ્સ સામે ગુનો નોંધાયો
મોરબી પંથકમાં ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરતી ગેંગને ગઇકાલે મોરબી તાલુકા પોલીસની ટીમે ચોરાઉ ૧૦૩ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ સાથે પકડી હતી ત્યાર બાદ હાલમાં મોરબીના નવા જાંબુડિયા પાસે આવેલ સિરામિકના કારખાનામાથી ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવની ચોરી કરવામાં આવી હતી જે બનાવમાં હાલમાં કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના કારખાનામાથી ૨૫ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવ જેની કિંમત ૧.૨૫ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરલે છે
મોરબી તાલુકાના એએસઆઇ જે.પી.કણસાગરા, શૈલેષભાઇ બાબુભાઇ પટેલ, વિજયભાઇ છગનભાઇ ચૌહાણને મળેલ બાતમી આધારે લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાંથી ચોરી કરેલ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇનનો મુદામાલ લઇ બે ઇસમો હિરો હોન્ડા કંપનીના મો.સા નંબર જી.જે ૧૩ જે ૧૩૮૧ કાઈને કેનાલ પાસે વેચવા જતાં હતા ત્યારે સ્ટાફ ત્યાં વોચમાં હતો દરમ્યાન કેનાલ પાસે ત્રણ ઇસમો ઉભેલ હતા અને બે ઇસમો એક બાચકામાં સીરામીકના કારખાનામાં વપરાતી ઇલેકટ્રોક એ.સી ડ્રાઇવ ભરી આવ્યા હતા તે સમયે મોરબી તાલુકા પોલીસની ટીમે પાંચેય ઇસમોને કોર્ડન કરીને બાઇક લઈને આવેલા બે શખ્સોની સઘન પુછપરછ કરતા તેણે હિમસન સીટામીકમાથી ચોરી કરી ઇલેક્ટ્રીક એ.સી ડ્રાઇવ નંગ -૨૫ મેળવ્યા હોવાનું જણાવ્યુ હતું તેમજ પકડાયેલ ઇસમોની પુછપરછ કરતાં અન્ય કારખાનામાથી ચોરી કરીને સંતાડી રાખેલ ૭૮ ઇલેકટ્રીક એ.સી.ડ્રાઇવ કાઢી આપ્યા હતા જેથી પોલીસે ૧૦૩ ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ કબજે કરેલ હતો અને બાઇક સહિત કુલ ૬.૦૫ લાખનો મુદામાલ કબ્જે કરેલ હતો
જે તે સમયે પોલીસે ચોરાઉ માલ સાથે જોગુમાઇ અકરમભાઇ બારીયા જાતે આદિવાસી (ઉ.૨૮) રહે. ચારોલી પાળા (એમ.પી), રાકેશભાઇ જાનુભાઇ ખોખર જાતે આદિવાસી (ઉ.૩૫) રહે. ખોખર ખાદન (એમ.પી), ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા જાતે મેમણ (ઉ.૨૬) રહે. ફુલગલી ખાટકીવાસ શકિત ચોક, જાવીદભાઇ ગનીભાઇ પોણીયા જાતે મુસ્લીમ (ઉ. ૩૩) રહે. કાલીકા પ્લોટ અને મહમદઅલી ગુલામહુશેન કરછી જાતે મેમણ (ઉ.૨૦) રહે. રણછોડનગર-૨ નવલખી રોડ વાળાની ધરપકડ કરી હતી અને હાલમાં આ બનાવમાં મોરબીના નવા જાંબુડિયા પાસે આવેલ હિંસાન કારખાનના માલિક પરમભાઈ અશ્વિનભાઈ ડોરી જાતે પટેલ (૨૫) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તેના કારખાનામાથી ૨૫ ઇલેકટ્રોક એ.સી ડ્રાઇવ જેની કિંમત ૧.૨૫ લાખના મુદામાલની તા ૩/૧૦ ની રાતથી ૪/૧૦ સુધીમાં ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આદરે પોલીસે ગુનો નોંધીને આરોપીની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે