મોરબીમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે: ફ્રી ટિફિને સેવા ગ્રૂપ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ
SHARE







મોરબીમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે: ફ્રી ટિફિને સેવા ગ્રૂપ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ રીલીફનગરના જૈન દેરાસર ખાતે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને આગામી તા ૨૧ ના રોજ આ ઉજવણી કરશે જેમાં પ્રભુજીને ભવ્ય અંગ રચના સાથે પ્રતિવર્ષની માફક રાતે ૯:૩૦ વાગ્યે પરમાત્મા ભકિતનો કાર્યક્રમ રાખવામા આવેલ છે
રીલીફનગરના જૈન દેરાસર ખાતે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની ઉજવણી દરમ્યાન રાતના ૧૨:૦૦ વાગ્યે પરમાત્માનો જન્મોત્સવ સંગીત સાથે ઉજવાશે. અને આ કાર્યક્રમ મોરબીના જ ભાવેશભાઈ એન. દોશી (જૈન સંગીતકાર) કલાપૂર્ણ ભકિત ગ્રુપ દ્વારા કરવામાં આવશે. તો મોરબીના ધર્મપ્રેમી શ્રાવક, શ્રાવિકાઓ તથા સકલશ્રી સંઘોને આવવા રીલીફનગર જૈન દેરાસર કમિટી મેમ્બર્સ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે
ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા સેવાયજ્ઞ
મોરબીમાં જરૂરિયાતમંદ પરિવારોને ફ્રી ટિફિન આપવાની સેવા તો છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે આ ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રાહત દરે ચોપડા આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને એ-૪ સાઈઝના કોલેજ બુક કે જેની બજાર કિંમત ૭૫ રૂપિયા છે તે આ ગ્રૂપ દ્વારા ૪૫ રૂપિયામાં આપવામાં આવશે અને આગામી તા ૨૧ ને રવિવારના રોજ ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા રવાપર રોડે ડાયમંડ બ્યુટી પાર્લર પાછળ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૩૦ થી ૮:૩૦ દરમ્યાન આપવામાં આવશે તેવું ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે ૯૪૦૮૧૦૧૯૫૪ ઉપર સંપર્ક કરવાનું જણાવ્યુ છે
