મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

ભગવાન શ્રી રામના પુત્રો લવ-કુશ તો બાકીના ત્રણ ભાઈઓના પુત્રોના નામ શું..? જાણો અહીં રામ વિશેની સંપૂર્ણ વિશે શાસ્ત્રોક્ત જાણકારી


SHARE













ભગવાન શ્રી રામના પુત્રો લવ-કુશ તો બાકીના ત્રણ ભાઈઓના પુત્રોના નામ શું..? જાણો અહીં રામ વિશેની સંપૂર્ણ વિશે શાસ્ત્રોક્ત જાણકારી

 સંકલન - પરમ જોલાપરા (ગજ્જર)  - "સાહિત્ય પ્રેમી"

અખિલ બ્રહ્માંડના અધિપતિ મર્યાદા પુરુષોત્તમ અનેકા નેક ઉપમા આપી શકાય જેમના ગુણોનું વર્ણન કરવા આપણે સમર્થ નથી એવા ભગવાન શ્રી રામ. ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર એ સુર્યવંશી રાજા હતા. શ્રીમદ્ ભાગવતમહાપુરાણમાં (નવમા સ્કંદમાં ) એમના પૂર્વજોની ગાથા જોવા મળે છે.

વંશાવલી

બ્રહ્માજીના મનથી મરીચિ થયા અને મરીચિના કશ્યપ થયા. કશ્યપજીના વિવાહ દક્ષપ્રજાપતિની પુત્રી અદિતિ સાથે થયા અને તેમના પુત્ર વિવસ્વાન (સૂર્યદેવ) થયા. વિવસ્વાન (સૂર્યદેવ) ના વિવાહ ભગવાન શ્રી વિશ્વકર્માજીના પુત્રી સંજ્ઞાદેવી થયા તેમના પુત્ર શ્રાદ્ધદેવ મનુ થયા મનુના વિવાહ શ્રદ્ધાદેવી સાથે થયા અને તેમના દસ પુત્રો થયા. ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતી, દિષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિષ્યન્ત, પૃષધ્ર, નભગ અને કવિ

ઇક્ષ્વાકુના વંશમાં ભગવાન શ્રી રામ થયા. ઇક્ષ્વાકુના સૌ પુત્ર હતા જેમાંથી સૌથી મોટા ત્રણ પુત્ર વિકુક્ષી, નીમી અને દણ્ડક હતા તેમનાથી નાના પચીસ પુત્ર આર્યવતના પૂર્વભાગમાં અને પચીસ પશ્ચિમ ભાગમાં ઉપર્યુક્ત ત્રણ મધ્યભાગમાં અને બાકીના છેતાલીસ દક્ષિણ તથા અન્ય પ્રાંતોના અધિપતિ થયા.

ઇક્ષ્વાકુ પુત્ર વીકુક્ષી ના પુત્રનું નામ પુરંજય ( જે ' ઇન્દ્રવાહ' કે ' કકુત્સ્થ' નામે ઓળખાય છે) પૂરંજય ના પુત્ર અનેના અને અનેના પુત્ર પૃથુ થયા પૃથુથી વીશ્વરન્ધિ, અને વીશ્વરન્ધિથી ચન્દ્ર અને ચન્દ્ર ના યુવનાશ્વ(પ્રથમ) થયા. યુવનાશ્વના પુત્ર શાબસ્ત (જેમને શાબસ્તપૂરી વસાવી) શાબસ્ત ના બૃહદશ્વ અને બૃહદશ્વ ના કુવલયાશ્વ ( જેમને ધુંધુ નામના રાક્ષશ ને માર્યો જેથી તેમનું નામ ધુંધુમાર પડ્યું) ધુંધુમાર ના ત્રણ પુત્ર દ્રુઢાશ્વ, કપિલાશ્વ અને ભદ્રાશ્વ થયા.દ્રુઢાશ્વ ના પુત્ર હયૅશ્વ અને હયૅશ્વથી નિકુંભ થયા.નિકુંભથી બહૅણાશ્વ. બહૅણાશ્વ ના કુશાશ્વ અને તેમના સેનજિત થયા સેનજીત થી યુવનાશ્વ(દ્વિતીય) થયા ( યુવનાશ્વ સંતાનહીન હતા જેથી તેઓ પોતાની પત્ની સહિત વનમાં ગયા ત્યાં તેમને ઋષિઓએ ઈન્દ્રદેવતાનો યજ્ઞ કરાવ્યો એક સમયે યુવનાશ્વને તરસ લાગી ત્યારે તેઓ યજ્ઞશાળામાં ગયા ત્યાં ઋષિઓ સૂતા હતા જળ મળવાનો બીજો કોઈ ઉપાય ન હતો અને ભગવાન ઈચ્છાથી તે અભિમંત્રિત જળ પી ગયા જેથી તેમને ગર્ભ રહ્યું અને પ્રસવના સમયે યુવનાશ્વથી ડાબી બાજુ થી એક તેજસ્વી પુત્ર ઉત્પન્ન થયો ઇન્દ્રદેવ તેને તર્જની આંગળીથી દૂધ પાયું હતું જેથી તેનું નામ "માંધાતા" પડ્યું" )આમ યુવનાશ્વ ના પુત્ર માંધાતા થયા. માંધાતા ના વિવાહ શશબિંદુની પુત્રી બિંદુમતી સાથે થયા તેમનાથી ત્રણ પુત્ર થયા પુરુકુત્સ, અંબરીષ અને મુચુકુન્દ થયા. નાગોએ તેમની બહેન નર્મદાના વિવાહ પુરુકુત્સ સાથે કરાવ્યા અને પુરુકુત્સના પુત્ર ત્રસદસ્યુ થયા . ત્રસદસ્યુ ના પુત્ર અનરણ્ય, અનરણ્યના હયશ્વ અને તેના અરુણ, અરુણ ના ત્રિબંધન થયા અને ત્રીબંધનના પુત્ર સત્યવ્રત (ત્રિશંકુ) થયા, સત્યવ્રત ના પુત્ર હરિશ્ચંદ્ર થયા હરિશ્ચંદ્ર ના રોહિત, રોહિત ના હરિત અને હરિતના પુત્ર ચમ્પ થયા તેમને ચંપાપૂરી વસાવી હતી.ચમ્પ ના પુત્ર સુદેવ, સુદેવ ના વિજય, વિજય ના ભરુક, ભરુક ના પુત્ર વૃક અને વૃક ના બાહુક થયા, બાહુકના પુત્ર રાજા સગર થયા (રાજા સગર એ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો યજ્ઞ ના ધોડા છૂટા મૂક્યા ત્યારે ઇન્દ્ર એ તેને ચોરી લીધા મહારાણી સુમતિ થી ઉત્પન્ન થયેલા રાજા સગરના પુત્રો એ ઘોડા શોધવા પૃથ્વી ફરી વળ્યા તેમાં કપિલમુનીના આશ્રમમાં તેમને ઘોડા દેખાયા ઇન્દ્ર એ તેમની બુધ્ધિ હરી લીધી હતી તેથી તેઓએ કપિલમુનિનું અપમાન કર્યું તેથી તેમના શ્રાપથી તેઓ બળીને ભસ્મ થઈ ગયા) રાજા સગર ના બીજા રાણી કેશીનીથી અસમંજસ નામના પુત્ર થયા , અસમંજસ થી અંશુમાન, અંશુમાનથી દિલીપ(પ્રથમ) થયા અને દિલીપના પુત્ર રાજા ભગીરથ થયા ( જેમને ગંગા અવતરણ કર્યું ) ભગીરથના પુત્ર શ્રુત, શ્રુત ના નાભ,નાભ ના સિન્ધુદ્વીપ, સિન્ધુદ્વીપ ના આયુતાયુ અને આયુતાયુ ના પુત્ર ઋતુપર્ણ થયા ( ઋતુપર્ણ એ રાજા નળના મિત્ર હતા તેમને નળ ને પાસા ફેંકવાની વિદ્યાના બદલામાં અશ્વ વિદ્યા શીખી હતી) ઋતુપર્ણ ના પુત્ર સર્વકામ, સર્વકામ ના સુદાસ, સુદાસ ના મિત્રસહ થયા, મિત્રસહ ના અશ્મક, અશ્મક ના મૂલક, મૂલક ના દશરથ પ્રથમ (સતરથ) દશરથના એડવિડ અને તેના પુત્ર વિશ્વસહ થયા, વિશ્વસહ ના ખટવાંગ , ખટવાંગ ના દિલીપ થયા અને દિલીપના અને પુત્ર રઘુ થયા . રઘુ ના પુત્ર અજ અને અજ ના પુત્ર દશરથ થયા. રાજા દસરથ ને ચાર પુત્ર થયા રામ ,લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન થયા

(સંદર્ભ - શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નવમો સ્કંદ)

જન્મતિથિ અને નક્ષત્ર

રાજા દશરથના ત્રણ પત્ની હતા કૌશલ્યા , કૈકઈ અને સુમિત્રાજી.વાલ્મીકિ રામાયણ મુજબ ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી તિથિના પુનવૅસુ નક્ષત્ર એવં કર્કલગ્ન માં કૌશલ્યા દેવીએ શ્રી રામ ને જન્મ આપ્યો. પુષ્ય નક્ષત્ર તથા મીન લગ્નમાં દેવી કૈકઈ ને ત્યાં ભરતજી નો જન્મ થયો. આશ્લેષા નક્ષત્ર અને કર્કલગ્નમાં સુમિત્રાજી એ લક્ષ્મણ અને શત્રુઘ્ન ને જન્મ આપ્યો.

લગ્ન સંબંધ

વાલ્મીકિ રામાયણ મુજબ ભગવાન શ્રી રામ એ જ્યારે ધનુષ્ય ને પ્રત્યંચા ચડાવી ત્યાર બાદ મિથિલા નરેશ રાજા જનકે ( મહારાજા જનક નું નામ "સિરધ્વજ"હતું. જનક એ કોઈ વ્યક્તિગત નામ નથી પણ પદ છે રાજા નીમી શ્રાપ ને કારણે વિદેહ થયા તેમના દેહ નું મંથન કરવામાં આવ્યું તેથી મિથિલા વંશ થયો અને તેના આગળ વંશમાં રાજાઓ જનક તરિકે ખ્યાતનામ થયા આ કથા શ્રીમદ્ ભાગવતમહાપુરાણમાં જોવા મળે છે )રાજા જનકે તેમની પુત્રી સીતાજી સાથે શ્રી રામ ના વિવાહ કરવાનું નક્કી કર્યું અને ઉર્મિલાજી સાથે લક્ષ્મણ ના વિવાહ નક્કી કર્યા ત્યાર બાદ રાજા દશરથને મિથિલા બોલાવે છે અને પોતાના નાના ભાઈ કુશધ્વજ ને પણ સાંકાશ્ય નગરી માંથી તેડાવે છે. વિશ્વામિત્રજી ભરત અને શત્રુઘ્ન માટે મહારાજા સિરધ્વજ (જનક) ના નાના ભાઈ કુશધ્વજ ની કન્યા નું વરણ કરે છે અને તેની બને કન્યાના વિવાહ ભરત અને શત્રુઘ્ન સાથે રાજા જનકની સંમતિ થી નક્કી થયા. 

ભગવાન શ્રી રામના વિવાહ સીતા સાથે , લક્ષ્મણના વિવાહ ઊર્મિલાજી સાથે, ભરત ના વિવાહ માંડવી સાથે અને શત્રુઘ્ન ના વિવાહ શ્રુતકીર્તિ થયા ( વાલ્મીકિ રામાયણ મુજબ રાજા સિરધ્વજ (જનક) અને કુશધ્વજ બંને ભાઈઓ હતા. સીતા અને ઊર્મિલા સિરધ્વજ (જનક) ના પુત્રી હતા અને માંડવી અને શ્રુતકીર્તિ ના પિતા કુશધ્વજ હતા)

ચારેય ભાઈઓના પુત્રોના નામ

શ્રીમદ્ ભાગવતમહાપુરાણ અનુસાર શ્રી રામ ને પુત્ર હતા લવ અને કુશ , લક્ષ્મણજી ને બે પુત્ર હતા અંગદ અને ચિત્રકેતું, ભરતજી ને બે પુત્ર હતા તક્ષ અને પુષ્કલ અને શત્રુઘ્ન ને પણ બે પુત્ર હતા સુબાહુ અને શ્રુતસેન.

કુશ બાદ રાજાઓના નામની યાદી

કુશ ના પુત્ર અતિથિ અને ત્યાર બાદ ક્રમશ નિષધ, નભ, પુંડરિક, ક્ષેમધન્વા, દેવાનિક, અનિહ, પારીયાત્ર, બલસ્થલ, વજ્રનાભ, ખગણ, વિદૃતિ, હિરણ્યનાભ, પુષ્ય, ધ્રુવસંધિ, સુદર્શન, અગ્નિવર્ણ, શીઘ્ર, મરુ, પ્રસુશ્રુત, સંધિ, અમષૅણ, મહસ્વાન, વિશ્વસાહ્વ, પ્રસેનજિત, તક્ષણ, બૃહદ્વલ (બૃહદ્વલ ને અભિમન્યુ એ યુધ્ધ દરમિયાન માર્યો હતો) બૃહદ્વલ ના બૃહદ્રણ ત્યાર બાદ ક્રમશ ઉરુક્રિય, વત્સવૃદ્ધ, પ્રતિવ્યોમ, ભાનું, દીવાક, સહદેવ, બૃહદશ્વ, ભાનુમાન, પ્રતિકાશ્વ, સુપ્રતિક, મરુદેવ, સુનક્ષત્ર, પુષ્કર, અન્તરિક્ષ, સુતપા, અમિત્રજિત, બૃહદ્રાજ, બર્હિ , કુતંજય, રણંજય, સંજય, શાક્ય, શુદ્ધોદ, લાંગલ , પ્રસેનજિત, ક્ષુદ્રક , રણક , સુરથ અને સુરથ પુત્ર થયા સુમિત્ર.(શ્રીમદ્ ભાગવતમહાપુરાણમાં સૂમિત્ર સુધી નામ જોવા મળે છે. સંદર્ભ - શ્રીમદ્ ભાગવતમહાપુરાણ)




Latest News