મોરબી ખાણખનીજ વિભાગે એક વર્ષમાં ૬.૧૪ કરોડનો દંડ વસૂલ કર્યો: ૩૨.૩૨ કરોડની લીઝની આવક
માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રોટાવેટરમાં પગ આવી જતાં ઇજા પામેલ બાળક સારવારમાં
SHARE







માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રોટાવેટરમાં પગ આવી જતાં ઇજા પામેલ બાળક સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ટ્રેક્ટરના રોટાવેટર પાસે બાળક રમતો હતો અને ત્યારે ટ્રેક્ટર ચાલુ કરવામાં આવતા રોટાવેટરમાં બાળકનો પગ આવી ગયો હતો જેથી કરીને બાળકને ઇજા થઈ હતી માટે તેને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જૂના ઘાટીલા ગામે નાયકા પ્રવીણ (૧૦) નામનો બાળક ટ્રેક્ટરમાં બાંધેલ રોટાવેટર પાસે રમતો હતો દરમિયાન ટ્રેક્ટર ચાલુ કરવામાં આવતા રમતા રમતા તે બાળકનો પગ રોટાવેટરના મશીનમાં આવી જવાના કારણે તે બાળકને પગમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. મકવાણા દ્વારા કરવામાં આવી હતી અને આ બનાવ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજ કરેલ છે
મહિલા સારવારમાં
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં પાછળના ભાગમાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા દિવ્યાબેન મહેશભાઈ સોલંકી (૩૦) નામના મહિલાને તેઓ ઘરે હતા ત્યારે તેના પતિ દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવેલ છે

