મોરબી જિલ્લા એમસીએમસી સેલની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર
મોરબી ખાણખનીજ વિભાગે એક વર્ષમાં ૬.૧૪ કરોડનો દંડ વસૂલ કર્યો: ૩૨.૩૨ કરોડની લીઝની આવક
SHARE









મોરબી ખાણખનીજ વિભાગે એક વર્ષમાં ૬.૧૪ કરોડનો દંડ વસૂલ કર્યો: ૩૨.૩૨ કરોડની લીઝની આવક
મોરબી જીલ્લામાં ખનીજ ચોરી બેફામ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં ખનીજચોરી રોકવા માટે કરાયેલ કાર્યવાહીથી સરકારી તિજોરીમાં ૬.૧૪ કરોડ દંડની રકમની આવક થયેલ છે અને લીઝ આપેલ છે તેના થકી ૩૨.૩૨ કરોડની આવક થયેલ છ
મોરબી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરે માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં આવેલ વાંકાનેર, મોરબી અને હળવદ તાલુકાઓમાં બ્લેકટ્રેપ, સેન્ડસ્ટોન,સાદી રેતી, ફાયરકલે અને રેડકલે જેવા ખનિજોની કુલ-૩૮૫ ક્વોરી લીઝો આવેલ છે જેના લીધે સરાકારને દર વર્ષે કરોડોની મહેસુલી આવક મળતી હોય છે જે પૈકી વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨૯.૨૮ કરોડની આવક થયેલ હતી જેની સામે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૩૨.૩૨ કરોડની આવક થયેલ છે આ ઉપરાંત જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન, વહન અને સંગ્રહની પ્રવ્રુતિઓ અટકાવવા જે કામગીરી કરવામાં આવેલ છે તેના થકી વર્ષ ૨૦૨૩-૨૪ માં ગેરકાયદેસર ખનિજ ખનન, વહન અને સંગ્રહના ૨૨૩ કેસ પકડવામાં આવેલ હતા અને કુલ મળીને ૬.૧૪ કરોડનો દંડ વસૂલ કરવામાં આવેલ છે અને અલગ અલગ નવ કેસમાં ફરીયાદ કરવામાં આવી છે
