મોરબી-માળીયા તાલુકામાં દારૂની બે રેડ: 17 બોટલ દારૂ સહિત કુલ 6.61 લાખનો મુદામાલ કબજે મોરબીના બરવાળા ગામે વાડીએ હલરમાં આવી જવાથી ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેર: બોલાચાલી બાદ માર મારતા પત્ની રિસાઈને સૂઈ જતાં યુવાને અણધાર્યું પગલું ભર્યું માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન
Breaking news
Morbi Today

મોરબીના શાપર પાસે કારખાનાના કવાર્ટર નજીક જંગલી ભૂંડે બચકાં ભરી લેતા યુવાન સારવારમાં


SHARE











મોરબીના શાપર પાસે કારખાનાના કવાર્ટર નજીક જંગલી ભૂંડે બચકાં ભરી લેતા યુવાન સારવારમાં

મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં રહેતા યુવાનને બંને પગે જંગલી ભૂંડે બચકાં ભરી લીધા હતા જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં આવેલ બ્લુઝોન વિટ્રીફાઈડ નામના કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો શેટ્ટી ગંગારામ (૨૫) નામનો યુવાન ત્યાં લેબર કવાર્ટર પાસે હતો ત્યારે તેના બંને પગ ઉપર જંગલી ભૂંડે બચકા ભરી લીધા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ ભવ્ય હોટલ સામેથી બાઈક લઈને દિનેશભાઈ પટેલ (૨૧) રહે નવા જાંબુડીયા વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં સર્વિસ રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને દિનેશભાઈ પટેલને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મહેશભાઇ કહાંગરા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા શૈલેષભાઈ જયંતીલાલ જોગીદાસ (૪૬) નામનો યુવાન માટેલથી નાની વાવડી ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેમાં તેને ડાબા હાથના ભાગે ઇજા થયેલ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાર બાદ અકસ્માત બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી જાય છે








Latest News