મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી કોર્ટમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે જજના હસ્તે કરાયુ વૃક્ષારોપણ


SHARE













મોરબી કોર્ટમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે જજના હસ્તે કરાયુ વૃક્ષારોપણ

મોરબીના સામાકાંઠે લાલબાગ સેવા સદન નજીક આવેલ કોર્ટ ખાતે વિશ્વ પૃથ્વી દિવસ એટલે કે "વર્લ્ડ અર્થ ડે" નિમિત્તે કોર્ટના પટાંગણ ખાતે જજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે મોટી સંખ્યામાં બાર એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો હાજર રહ્યા હતા

ચેરમેન, ડીએલએસએ મોરબી આર.જી. દેવધરાની સૂચનાને પગલે મુખ્ય મથકના તમામ ન્યાયાધીશો અને સ્ટાફ સાથે ૨૨ મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું.ઇન ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ડી.પી. મહિડાએ પ્રથમ વડનું વૃક્ષ રોપેલ અને તેમણે હાજર દરેકને પૃથ્વીને સ્વચ્છ રાખવા વધુ વૃક્ષો વાવવા, બગીચાઓની સંભાળ રાખવા અને પર્યાવરણને નુકસાન ન થાય તેવી ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવાના મહત્વ વિશે યાદ અપાવ્યું હતુ. તેમજ અન્ય ન્યાયિક અધિકારીઓ, જેમ કે વી.એ.બુદ્ધા, જે.વી.બુદ્ધા મેડમ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જે.ખાન, સી.વાય.જાડેજા, પી. એસ.સ્વામીએ સક્રિય ભાગ લીધો અને વ્યક્તિગત રીતે વૃક્ષારોપણ કર્યું હતું.દિવસને વિશેષ બનાવવા માટે બાર એસોસિએશનના પ્રમુખ દિલીપ અગેચાણીયા અને તેમના સાથી વકીલઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને વૃક્ષારોપણ કર્યું હતું.રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.બી.ભરવાડ અને તેમની ટીમે કાર્યક્રમ માટે વ્યવસ્થા કરી હતી અને રૂબરૂ હાજર રહ્યા હતા.તાલુકા કોર્ટના ન્યાયાધીશોએ પણ જિલ્લાના તાલુકા મથકોએ પોતપોતાના કોર્ટ વિસ્તારમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો.




Latest News