વાંકાનેરમાંથી દારૂનો જથ્થો ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, 4.09 લાખનો મુદ્દામાલ કબજે મોરબી માર્કેટ યાર્ડના મહાપાલિકાના પ્રતિનિધિ તરીકે જીગ્નેશભાઈ કૈલાની વરણી વાંકાનેરના ઢુવા માટેલ રોડ ઉપરથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાં પરહિતકર્મ ગ્રુપ‌ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ડ્રાયફુટ દુધનુ કરાયું વિતરણ મોરબીમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયેલ લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો હળવદમાં રાજકોટના વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી ટંકારાના ગજડી ગામે જુગાર રમતા 7 શખ્સો 1.16 લાખના મુદામાલ સાથે ઝડપાયા મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી આવાસ પાસે મૃત્યુ પામેલા યુવાનના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા


SHARE





મોરબીમાં સરકારી આવાસ પાસે મૃત્યુ પામેલા યુવાનના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયાની પાછળના ભાગમાં ખડિયાના નાકા પાસેથી સરકારી આવાસ યોજનામાં રહેતા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેની લાશને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને યુવાનનું બીમારી સબબ મોત થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા સંજયભાઈ રમેશભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (૩૨) નામના યુવાનનો મૃતદેહ લીલાપર ચાર માળીયા પાછળ ખડિયાના નાકેથી મળી આવ્યો હતો જેથી કરીને તે અંગેની જાણ તેના ભાઈ પીન્ટુભાઇ રમેશભાઈ કુંઢીયા (૨૪) રહે. લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાનમાં મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે યુવાનના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં યુવાનનું કોઈ બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આઈકોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા મોનુભાઈ નાથુભાઈ માહાલી (૪૦) અને સામુભાઈ મંગળભાઈ સોરેન (૩૦) ને શ્રીનાથજી કાંટા જૂના ઘૂટું રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News