મોરબીમાં સરકારી આવાસ પાસે મૃત્યુ પામેલા યુવાનના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા
વાંકાનેરમાં યુવતીની હત્યા કરનારા પરણિત પ્રેમીને આજીવન કેદની સજા
SHARE






વાંકાનેરમાં યુવતીની હત્યા કરનારા પરણિત પ્રેમીને આજીવન કેદની સજા
વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ગામની સીમમાં કારખાનું આવેલ છે તેમાં કામ કરતી યુવતીને પરિણીત યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધ રાખવા સતત યુવતી દબાણ કરતો હતી જેથી કરીને પરિણીત પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકીને યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી જે ગુનામાં આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે
આ કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ પાંચ વર્ષ પહેલાં વાંકાનેરમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદીની દીકરી કવિતા ચૌહાણબુ હત્યા કરવામાં આવી હતી આ યુવતી વઘાસીયા ગામની સીમમાં આવેલ સુર્યા ઓઈલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હતી અને ત્યાં કામ કરતા આરોપી ધીરજ સોલંકી સાથે પ્રેમ સબંધ હતો અને શારીરિક સંબંધ પણ હતા. જો કે, આરોપી પરિણીત હતો જેથી કરીને યુવતી સાથેના સબંધ જાહેર થશે તો લગ્નજીવન બગડશે અને સમાજમાં બદનામી થશે તેવું લાગતા તેને સંબંધ છોડવા યુવતીને સમજાવી હતી જોકે, યુવતી તૈયાર ન થતી ન હતી અને તેને રૂબરૂ મળીને તેમજ ફોન કરીને સંબંધ રાખવા દબાણ કરતી હતી. જેથી આરોપીએ યુવતીને કુહાડીના ઘા મારીને તેની હત્યા કરી હતી. આ કેસ બીજા એડીશનલ સેશન્સ જજ વી.એ બુદ્ધની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ કોર્ટમાં ૪૨ દસ્તાવેજી અને ૧૭ મૌખિક પુરાવા રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી ધીરજ સોલંકીને હત્યના ગુનામાં આજીવન કેદની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો છે. જે દંડની રકમ મૃતકના પરિવારજનોને કમ્પેન્સેશન તરીકે આપવા હુકમ કરેલ છે


