વાંકાનેર તાલુકાના દારૂના ગુનામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી: પાંચ વર્ષનો બાળક રૂપિયા પાંચનો સિક્કો ગળી જતાં સારવારમાં
SHARE






મોરબી: પાંચ વર્ષનો બાળક રૂપિયા પાંચનો સિક્કો ગળી જતાં સારવારમાં
જોડિયા તાલુકાના માવનુ ગામ ખાતે રહેતો પાંચ વર્ષનો બાળક પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો જેથી કરીને તે બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી નજીકના માવનુ ગામ ખાતે રહેતા નવઘણભાઈ લાંબરીયાનો પાંચ વર્ષનો દીકરો કરણ પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે જોકે બનાવ જોડિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની તજવીજ હાથ ધરી છે
ઝેરી દવા પીધી
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મસ્જિદની પાછળ રહેતા હીનાબેન મોસીનભાઈ અઘામ (૨૭) નામની મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા દીપકભાઈ રાજુભાઈ બુદ્ધદેવ (૨૯) નામનો યુવાન મોરબીની વાવડી ચોકડી પાસેથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં દીપકભાઈને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે


