મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના દારૂના ગુનામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો


SHARE













વાંકાનેર તાલુકાના દારૂના ગુનામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં આરોપી છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો તે આરોપીને મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને હવાલે કરેલ છે

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના કર્મચારીઓને મોરબી જિલ્લાના જુદાજુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જિજ્ઞાસાબેન કણસાગરા, ચંદ્રકાંત વામજા તથા જયેશ વાઘેલાને મળેલી ખાનગી બાતમી આધારે આરોપી શાહીદ શેરમહોમદ (૩૨) રહે. ભુંડવાસ તાલુકો ફીરોજપુર (હરીયાણા) વાળાની ઢુવા-માટેલ રોડ ઉપર આવેલ રોલસ્ટાર ગ્રેનીટો સીરામીક કારખાના પાસેથી અટકાયત કરવામાં આવી હતી અને આ આરોપીને વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કરેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી. પંડયા ની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા દિનેશભાઈ ધોબી (૪૮) નામના યુવાનને ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામમાં મારામારીને ઘટના બની હતી જેમાં રવિનાબેન લાલજીભાઈ સોલંકી (૧૪) નામની બાળકી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામે પાવર હાઉસની પાછળના ભાગમાં આવેલ એસેટ સિરામિક કારખાના ખાતે રહેતા ભુજંગીભાઈ ગયાપ્રસાદ (૪૦) નામના યુવાનને પાવર હાઉસ અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વી.સે. ડાંગર ચલાવી રહ્યા છે




Latest News