મોરબીના ઉંચી માંડલ નજીક કેનાલ પાસે લૂંટના ઇરાદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબીના ઉંચી માંડલ ગામે કારખાનાના લેબર કવાર્ટરમાં સૂતેલા યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં જ મોત
SHARE









મોરબીના ઉંચી માંડલ ગામે કારખાનાના લેબર કવાર્ટરમાં સૂતેલા યુવાનનું નિદ્રાધીન અવસ્થામાં જ મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન તેના લેબર કવાર્ટરમાં સૂતો હતો ત્યારબાદ તે સવારે ઉઠ્યો ન હોવાથી તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સીમોલા એલએલપી નામના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો વિનય સુભાષભાઈ યાદવ (૨૮) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં રાત્રે ૧૧:૦૦ વાગ્યે સૂતો હતો ત્યારબાદ સવારે ૬:૦૦ વાગ્યે ઉઠ્યો ન હોવાથી તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જસપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે અને તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના રાજપર ગામ પાસે આવેલ રાજબાઈ પેક પ્રિન્ટ નામના કારખાનામાં કામગીરી દરમિયાન જનક શેરલમાયલી (૩૪) નામનો યુવાન ૨૦ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગરમાં રહેતા મહેન્દ્રભાઈ પરબતભાઈ ડાંગર (૩૮) નામના યુવાનને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સીએનજીના પંપ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવેલ છે
