મોરબીના ભરતનગર નજીક છરીની અણીએ રોકડ-મોબાઈલની લૂંટ: 3 શખ્સો સામે ફરિયાદ મોરબીના લીલાપર રોડ ઉપર કાર ચાલકે હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત મોરબીમાં યુવાશક્તિ ગ્રુપની મહિલાઓ દ્વારા ફાયરના જવાનોને બંધવામાં આવી રાખડી મોરબી મહાનગરપાલિકા અધિકારી 3 વખત હુકમ કર્યો તો પણ સ્ટાફે આરટીઆઇ હેઠળ માંગેલી માહિતી ન આપી !: પરિમલ ઠક્કર અમેરીકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબીમાં રક્ષાબંધને સદાવ્રતમાં કર્યું પ્રસાદનું આયોજન કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ સફાઈ કામદાર બહેનો સાથે કરી રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી નજીકથી દારૂ ભરેલ ક્રેટા કાર સાથે 1 શખ્સ પકડાયો, 5.55 લાખનો મુદામાલ કબ્જે: 3 શખ્સોની શોધખોળ મોરબીના જોધપર ગામેથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના  ઉંચી માંડલ નજીક કેનાલ પાસે લૂંટના ઇરાદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE





મોરબીના  ઉંચી માંડલ નજીક કેનાલ પાસે લૂંટના ઇરાદે યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી નજીકના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને હળવદ રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલ પાસેથી પસાર થતો હતો ત્યારે બે થી ત્રણ શખ્સો દ્વારા લૂંટના ઇરાદે તેને રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો મનીષ રાજુભાઈ સુરેલા (૨૧) નામનો યુવાન મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ પાસે આવેલ નર્મદાની કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં લૂંટના ઇરાદે બે થી ત્રણ શખ્સો દ્વારા તેને રોકવામાં આવ્યો હતો ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલ મનીષને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી અને તેઓની પાસેથી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ભોગ બનેલ યુવાન દ્વારા તેને બે થી ત્રણ શખ્સોએ તેને લૂંટના ઇરાદે માર માર્યો છે તેવું કહેવામાં આવે છે જો કે, તેને આગળ કશું કરવું નથી તેવું પણ તે કહે છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

માર માર્યો

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતો બાલાભાઈ રામજીભાઈ દેત્રોજા (૩૪) નામનો યુવાન ગામ પાસે હતો ત્યારે ત્યાં ગામમાં મારામારીની ઘટના બની હતી જેમાં તેને ઇજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જશપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી જેથી તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભોગ બનેલા યુવાને તેના જ ગામના વ્યક્તિ પાસે ૫૦ રૂપિયા ઉછીના માગ્યા હતા. જે દેવાની સામે વાળા વ્યક્તિએ ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આંબે ત્યારબાદ મારામારીમાં તેને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે




Latest News